Western Times News

Gujarati News

ઉત્તર આયર્લેન્ડમાં વિદેશી વસાહતીએ એક શખ્સ પર ચાકૂથી હુમલો કરતાં હિંસક પ્રદર્શન

સુદાનના શરણાર્થીએ એક શખ્સ પર ચાકૂથી હુમલો કરતાં લોકોમાં આક્રોશ

સ્થાનિક નેતાઓના જણાવ્યાં અનુસાર, પ્રદર્શનકારીઓએ મોટાભાગે અશ્વેત નાગરિકોને નિશાન બનાવી હુમલાં કર્યાં હતાં

બેલફાસ્ટ, યુરોપના દેશોમાં શરણાર્થીઓનો ઉપદ્રવ સતત વધી રહ્યો છે. ઉત્તર આયર્લેન્ડમાં શરણાર્થી તરીકે રહેતાં સુદાનના ૩૦ વર્ષીય નાગરિકે જાહેરમાં એક શખ્સ પર ચાકૂથી જીવલેણ હુમલો કરતાં સમગ્ર દેશમાં વિદેશી વસાહતીઓ વિરુદ્ધ જબરદસ્ત રોષ ફાટી નીકળ્યો છે. ઉત્તરીય આયર્લેન્ડની રાજધાની બેલફાસ્ટમાં બનેલી હુમલાની ઘટનાને પગલે સ્થાનિક લોકો રસ્તાં પર ઉતરી આવ્યાં હતાં અને ઠેરઠેર વાહનો, ઘરો અને જાહેર સંપત્તિઓને આગચંપી કરી હતી. મળતાં અહેવાલો અનુસાર, સુદાનીઝ નાગરિકે કરેલાં હુમલામાં ઘવાયેલાં વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ છે.

પોલીસના જણાવ્યાં અનુસાર, હુમલાખોર સુદાનીઝ નાગરિક ૨૦૨૩માં શરણાર્થી તરીકે ઉત્તર આયર્લેન્ડ આવ્યો હતો. આ ઘટના બાદ બેલફાસ્ટમાં આયરિશ નાગરિકોએ ઠેરઠેર હિંસક વિરોધ પ્રદર્શન કર્યાં હતાં, અને વિદેશી વસાહતીઓના મનાતા મકાનોને નિશાન બનાવી તેમને આગ લગાડી હતી. આ ઉપરાંત દેખાવકારોએ અનેક સ્થળોએ બસો અને કચરાપેટીઓ સળગાવી હતી તથા પોલીસ પર પથ્થરમારો કર્યાે હતો. સ્થાનિક નેતાઓના જણાવ્યાં અનુસાર, પ્રદર્શનકારીઓએ મોટાભાગે અશ્વેત નાગરિકોને નિશાન બનાવી હુમલાં કર્યાં હતાં. સરકાર અને પોલીસની વારંવારની અપીલ છતાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. સરકારે આવા ટાર્ગેટેડ હુમલાઓની નિંદા કરી તેને કાયરતાપૂર્ણ કૃત્ય ગણાવ્યું છે. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.