રામોલ પોલીસે પાન પાર્લરની આડમાં ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યા
પ્રતિકાત્મક
બે આરોપીની ધરપકડ
વિદેશી નાગરિકોના મોબાઇલ નંબર સહિતના ઉપલબ્ધ ડેટાના આધારે આરોપીઓ ચોક્કસ એપ્લિકેશન દ્વારા વિદેશી નાગરિકોને કોલ કરતા હતા
અમદાવાદ, અમેરિકન નાગરિકોને સસ્તા વ્યાજદરે લોન આપવાનું કહીને ઠગવામાં આવતા હતાનવગુજરાત સમય, રામોલમાં પાન પાર્લરની આડમાં વિદેશી નાગરિકોને નિશાન બનાવી છેતરપિંડી આચરતા કોલ સેન્ટરનો રામોલ પોલીસે પર્દાફાશ કર્યાે છે. પાન પાર્લરની પાછળ ગુપ્ત રૂમ બનાવીને રાત્રિના સમયે વિદેશી નાગરિકોને ફોન કરવામાં આવતા હતા. સસ્તા વ્યાજદરે લોનની લાલચ આપી પ્રોસેસિંગ ફી સહિતના ચાર્જ પેટે ૨૫થી ૨૦૦ ડોલર પડાવવામાં આવતા હતા. આરોપીઓ ગૂગલ વોઇસ એપ્લિકેશનથી નાગરિકો સાથે વાતચીત કરીને તેમને શિકાર બનાવતા હતા.
આ અંગે પોલીસે બે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.રામોલમાં પાન પાર્લરની આડમાં ચાલતા ગેરકાયદે કોલ સેન્ટર પર પોલીસે દરોડા પાડ્યા હતા. ભારવી ટાવરની બાજુમાં આવેલા ‘જય પાન પાર્લર’ના પાછળના રૂમમાં બેસીને આરોપી જય દવે (રહે. અમરાઈવાડી) અને સુબ્રત નાઈક (રહે. રામોલ) અમેરિકન નાગરિકોને ફોન કરતા હતા. આરોપીઓ પોતે ‘લેન્ડિંગ ક્લબ ફાઇનાન્સ કંપની’માંથી બોલતા હોવાની ઓળખ આપતા હતા અને સસ્તા વ્યાજદરે લોન આપવાનું કહીને અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી આચરતા હતા.
પ્રલોભનમાં ફસાઈ ગયેલા વિદેશી નાગરિકો પાસેથી પ્રોસેસિંગ અને શિપિંગ ચાર્જ પેટે ૨૫ થી ૨૦૦ ડોલર વસૂલવામાં આવતા હતા. સસ્તા વ્યાજના દરે લોન મળતી હોવાની લાલચમાં ફસાયેલા વિદેશી નાગરિકોને વોલમાર્ટ અને એપલ કંપનીના સ્ટોરમાં મોકલવામાં આવતા હતા અને ત્યાંથી ગિફ્ટ કાર્ડની ખરીદી કરાવતા હતા. ત્યારબાદ આ ગિફ્ટ કાર્ડનો કોડ મેળવીને તેને પ્રોસેસિંગમાં મોકલી આરોપીઓ નાણાં મેળવી લેતા હતા.વિદેશી નાગરિકોના મોબાઇલ નંબર સહિતના ઉપલબ્ધ ડેટાના આધારે આરોપીઓ ચોક્કસ એપ્લિકેશન દ્વારા વિદેશી નાગરિકોને કોલ કરતા હતા.
પોલીસે તપાસ કરતા આરોપીઓના મોબાઇલ અને લેપટોપમાંથી ગૂગલ કંપનીની ‘વોઇસ’ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરેલી મળી આવી હતી. આરોપી સુબ્રત નાઈક અમેરિકન નાગરિકોને જ્યારે કોલ કરતો, ત્યારે પોતાનું નામ ‘જોનાથન’ જણાવતો હતો અને પોતે અમેરિકાની લેન્ડિંગ ફાઇનાન્સ કંપનીમાંથી બોલતો હોવાનો દાવો કરતો હતો.ss1
