રાજકુમાર રાવની ‘પ્રહાર- ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’ ૭ ઓગસ્ટે રિલીઝ થશે
રાજકુમાર રાવ અને મેડોક ઘણીવાર એકબીજા સાથે કામ કરી ચુક્યા છે
ફિલ્મની કાસ્ટમાં વામિકા ગબ્બી, સિકંદર ખેર અને જયદીપ આહલાવત જેવા મજબુત કલાકારો પણ મહત્વના રોલમાં જોવા મળશે
મુંબઈ, દિનેશ વિજાનનું મેડોક ફિલ્મ્સ અને રાજકુમાર રાવ ફરી એક વખત સાથે કામ કરી રહ્યા છે. સ્ત્રી અને સ્ત્રી ૨માં કામ કરીને પછી રાજકુમાર રાવ હવે ‘પ્રહાર- ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’માં કામ કરશે, આ એક વાસ્તવિક ઘટનાઓ પર આધારીત ફિલ્મ છે, જે ૭ ઓગસ્ટ ૨૦૨૬ના દિવસે રિલીઝ થવાની છે. આ ફિલ્મને અવિનાશ અરુણ ડિરેક્ટ કરી રહ્યા છે અને રાજકુમાર રાવ આ ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળશે.
આ ફિલ્મની કાસ્ટમાં વામિકા ગબ્બી, સિકંદર ખેર અને જયદીપ આહલાવત જેવા મજબુત કલાકારો પણ મહત્વના રોલમાં જોવા મળશે. મેડોક ફિલ્મ્સે આ ફિલ્મ પ્રોડ્યુસ કરી છે. મેકર્સે આ ફિલ્મની સ્ટોરી જાહેર કરી નથી અને ફિલ્મના નામ પરથી ખ્યાલ આવે છે કે આ ફિલ્મ ઉજ્જવલ નિકમના કામ અને જીવન પર આધારીત હશે. જેઓ એક જાણીતા વકીલ હતા. આ વાસ્તવિક ઘટનાઓ પરની ગંભીર અને ડ્રામા ફિલ્મ હશે, જેમાં કોઈ એવા કોર્ટ કેસની વાત હશે, જેણે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું હતું.
રાજકુમાર રાવ અને મેડોક વારંવાર એકબીજા સાથે કામ કરી ચુક્યા છે, રાજકુમાર મેડોકનો ગમતો કલાકાર છે, આ પહેલાં તેમણે મેડ ઇન ચાઇનાથી શરૂ કરીને રૂહી, હમ દો હમારે દો, સ્ત્રી અને સ્ત્રી ૨માં કામ કર્યું છે, આ તેમના સંબંધનું એક નવું પ્રકરણ હશે. સાથે જ રાજકુમાર અને વામિકા પણ આ પહેલાં ભૂલ ચુક માફમાં સાથે કામ કરી ચુક્યા છે. આ તેમની બીજી ફિલ્મ હશે. ss1
