મારા માટે ‘રીટા બ્રાઉન’નો રોલ પડકારજનક : કરીશ્મા
સિરીઝ અભિનય દેવ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રીટા બ્રાઉન એક ડિટેક્ટિવની વાર્તા છે.
જે અંગત જીવનમાં સંઘર્ષ સાથે અઘરા કેસની તપાસમાં વ્યસ્ત છે
મુંબઈ,કરીશ્મા કપૂરની સિરીઝ ‘બ્રાઉન’માં તેનાં અભિનયનાં વખાણ થઈ રહ્યા છે. તાજેતરમાં તેની આ સિરીઝ ઝી ૫ પર આવી છે. ડાર્ક વાર્તા કહેતી આ રહસ્યમય સિરીઝ અભિનય દેવ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે, જેમાં એક રીટા બ્રાઉન નામની એક ડિટેક્ટિવની વાર્તા છે. જે અંગત જીવનમાં સંઘર્ષ સાથે અઘરા કેસની તપાસમાં વ્યસ્ત છે. આ સિરીઝમાં કરીશ્મા કપૂર એક અલગ રોલમાં જોવા મળે છે, જે તેનાં આગળના ફેશનેબલ, ગ્લેમરસ પ્રકારના રોલથી ઘણું અલગ છે. કરીશ્માએ આ રોલ માટે રીટાની ખામીઓ, નબળાઈઓ અને ભાવનાત્મક પડકારોને પણ અપનાવી લીધાં હતાં.
આ સિરીઝ માટે કરીશ્માના અભિનયના ઘણા વખાણ થઈ રહ્યા છે. જોકે, આ રોલ તેની કૅરિઅરનો સૌથી પડકારજનક રોલ રહ્યો છે. આ અંગે કરીશ્માએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું, “મને લાગે છે કે, હું જેવી છું, એવું ‘રીટા બ્રાઉન’માં કશું જ નથી. એ શરાબી છે, એ ધુમ્રપાન પણ કરે છે, એ દવાઓ પર રહે છે. એ અકડુ છે, બિલકુલ તુટેલી છે. સ્ક્રીન પર એટલું ઉગ્ર દેખાવા અને પોતાની જાતને એટલી હદ સુધી લઈ જવી એ મારા માટે જેટલું ઉત્સાહ વધારનારું હતું એટલો જ મોટો પડકાર હતો.”
કરીશ્માએ કહ્યું, “મને આ પ્રક્રિયાની દરેક ક્ષણમાં મજા આવી છે અને એનાં ગાંડપણમાં પણ એક પ્રક્રિયા હતી. તે સતત પોતાનાં કપમાંથી કશુંક પીધાં કરે છે. તે જ્યારે તપાસ માટે જાય છે, તે પોતાના વાળ ફરી બાંધશે. આ એટલી નાની વાતો છે કે તમે ધ્યાનમાં પણ ન લો. તમારે આવી નાની વાતોનું ધ્યાન રાખવાનું હોય તો, એક કલાકાર તરીકે આ બહુ મજાની વાત છે. એટલે મારા માટે આ એક બહુ અલગ અનુભવ હતો.”ss1
