Western Times News

Gujarati News

આલિયાની આલ્ફાનું ટીઝર લોન્ચ થતાં જ ભારે ટીકાઓ

એક ફ્રેન્ચ ફિલ્મની કોપી હોવાનો પણ આરોપ

શર્વરીની ગેરહાજરીથી ચાહકો ધૂંધવાયા, ધુરંધર સામે ફિલ્મ કાચી પડશે તેવી પણ આશંકા

મુંબઈ, આલિયા ભટ્ટ અને શર્વરી વાઘની ફિલ્મ ‘આલ્ફા’નું ટીઝર આજે લોન્ચ થતાં વેંત જ સોશિયલ મીડિયા પર ટીકાઓનો ભારે વરસાદ વરસ્યો હતો. શર્વરી વાઘની ગેરહાજરી, ધુરંધરની સરખામણીમાં નબળાં ચિત્રણ તથા એક ફ્રેન્ચ ફિલ્મની કોપી હોવા બાબતે ચાહકોએ ઝાટકણી કાઢી હતી. ફિલ્મનાં ટીઝરમાં શર્વરી વાઘની ગેરહાજરીથી તેના ચાહકો ધૂંધવાયા હતા. તેમણે એવી કોમેન્ટસ કરી હતી કે ટીઝરમાં વાસ્તવમાં આલિયા અને શર્વરી બંનેનાં પાત્રનું ઈન્ટ્રોડક્શન હોવું જોઈએ. આ ફિલ્મ એકલી આલિયાની છે તેવી છાપ ન જવી જોઈએ.

કેટલાક ફિલ્મ ચાહકોએ તો એવો આરોપ કર્યાે હતો કે આ ટીઝરનો સીન એક ફ્રેન્ચ ફિલ્મ ‘લા ફેમ નિકિતા’ પરથી ઉઠાવાયો છે. આ ફ્રેન્ચ ક્લાસિક ફિલ્મમાં પણ એક યુવાન છોકરીને હત્યારી બનાવવા માટે ભરતી કરી ટ્રેનિંગ આપવામાં આવે છે તેવી વાર્તા છે. ચાહકોએ નોંધ્યું હતું કે એ ફિલ્મ અને ‘આલ્ફા’નાં ટીઝરમાં ઘણી બધી સામ્યતાઓ જોવા મળી રહી છે. બીજી તરફ ‘ધુરંધર’ ફિલ્મના ચાહકોએ તો એમ કહી દીધું હતું કે જ્યાં સુધી એ સ્તરનું વાસ્તવદર્શી અને આક્રમક ચિત્રણ શક્ય ન હોય ત્યાં સુધી કોઈએ સ્પાય ફિલ્મ બનાવવાનો પ્રયાસ જ ન કરવો જોઈએ. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.