મેં ક્યારેય ફિલ્મો કે એક્ટિંગ છોડી જ નથી હર્ષવર્ધન કપૂર
લોકોને એક એક્ટરને વર્ષમાં ત્રણ ચાર ફિલ્મોમાં જોવા મળે
અનિલ કપૂરના દીકરા હર્ષવર્ધન કપૂરે ૨૦૧૬માં ‘મિર્ઝ્યા’ ફિલ્મથી એક્ટિંગમાં ડેબ્યુ કર્યું હતું
મુંબઈ, અનિલ કપૂરના દીકરા હર્ષવર્ધન કપૂરે ૨૦૧૬માં ‘મિર્ઝ્યા’ ફિલ્મથી એક્ટિંગમાં ડેબ્યુ કર્યું હતું. ત્યાર પછી તેણે ‘ભાવેશ જોશી સુપર હિરો’ કરી. વચ્ચે તે ૨૦૨૦માં અનિલ કપૂરની જ એક ઓટીટી ફિલ્મમાં કેમિયો કરતો જોવા મળ્યો અને ૨૦૨૧માં વધુ એક ઓટીટી ફિલ્મ ‘રાય’માં એક એપિસોડમાં જોવા મળ્યો હતો. પછી તેની છેલ્લી ફિલ્મ ૨૦૨૨માં ‘થાર’માં જોવા મળ્યો હતો, આ ફિલ્મ તેણે પ્રોડ્યુસ પણ કરી હતી. પરંતુ ત્યાર પછી તે કોઈ પણ ફિલ્મમાં કે ઓટીટી પર જોવા મળ્યો નથી. પરંતુ તાજેતરમાં એક સોશિયલ મીડિયા ચર્ચામાં તેણે સ્પષ્ટતા કરી છે કે તેણે ક્યારે એક્ટિંગ છોડી નથી અને તે છેલ્લાં કેટલાંક વર્ષાેથી એક પ્રોજેક્ટ માટે કામ કરી રહ્યો છે.
હર્ષવર્ધનની એક પોસ્ટ પર ૮ જૂને એક વ્યક્તિએ કમેન્ટ કરીને પૂછ્યું હતું કે હર્ષવર્ધનનું કામ વખણાતું હોવા છતાં છેલ્લાં કેટલાંક સમયથી જાણે તેણે પોતાની જાતને એક્ટિંગથી દૂર કરી દીધી હોય એવું લાગે છે. આ યુઝરે લખ્યું કે ભલે તેની ફિલ્મો બોક્સ ઓફિસ પર ભલે ખાસ કોઈ આંકડા ન બતાવી શકી હોય પરંતુ તેનું કામ તો વખણાયું છે અને દર્શકો તેને સ્ક્રિન પર ફરી જોવા માગે છે. આ પોસ્ટના જવાબમાં હર્ષવર્ધને તેણે એક્ટિંગ છોડી દીધી હોવાની વાત ફગાવી દીધી હતી અને સમજાવ્યું હતું કે તે જે પ્રકારનું કામ કરવા માગે છે, તેની તૈયારીઓ ઘણી લાંબી હોય છે.
હર્ષવર્ધને લખ્યું, “મેં કામ બિલકુલ છોડ્યું નથી અને હું થાર રિલીઝ થઈ એ દિવસથી બીજી ફિલ્મનું કામ શરૂ કરી દીધું છે, થારને બનતા ૫ વર્ષ લાગ્યાં હતાં. ભાવેશે તેના પર વર્ષાે સુધી કામ કર્યું હતું અને મને તેની તૈયારી કરતા લગભગ ૨-૩ વર્ષ થયાં હતાં. હવે હું જે ફિલ્મ પર કામ કરી રહ્યો છું એનું શૂટિંગ મેં ૩૦ જૂને પૂરું કર્યું હતું અને આ ફિલ્મ પણ હું પ્રોડ્યુસ કરી રહ્યો છું.” હર્ષવર્ધને એવું પણ કહ્યું કે દર્શકોને મેઇનસ્ટ્રીમ હિરોને વર્ષમાં બે ત્રણ ફિલ્મોમાં જોવાની ટેવ હોય છે. પરંતુ તે જે પ્રકારની ફિલ્મોમાં કામ કરે છે, તેમાં તૈયારી અને કામ કરતા સમય લાગે છે. તેણે લખ્યું, “લોકોને એક એક્ટરને વર્ષમાં ત્રણ ચાર ફિલ્મોમાં જોવા મળે…પણ જો તમારે ભાવેશ જોશી કે થાર કે એકે વર્સીસ એકે કે રાય જેવી ફિલ્મો જોવી હોય તો એ વર્ષમાં એક કે બે જ રહેશે, એ જ વાસ્તવિકતા છે. પરંતુ થેંક યુ અને નવી ફિલ્મ બેસ્ટ હશે અને ૧૦૦ ટકા બિલકુલ અલગ હશે.”ss1
