સોળસંડા નકલંક આશ્રમે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો
સોળસંડા નકલંગ આશ્રમે તારીખ 23 ને રવિવારના રોજ વ્યસન મુક્તિ, શિક્ષણ, આરોગ્ય અને જીવદયા જેવા ઊંચા ઉદેશ્યને લઈને એક કાર્યક્રમ બનાસકાંઠાના સાંસદ મા. પરબતભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો.
10:00 વાગે શરૂ થયેલ આ કાર્યક્રમમાં અન્ય અતિથિઓમાં પાટણના સાંસદ માનનીય ભરતસિંહ ડાભી, તથા રાજ્યસભાના સાંસદ શ્રી જુગલજી ઠાકોર ઉપરાંત ખેરાલુ ધારાસભ્ય અજમલજી ઠાકોર, દોતા ના ધારાસભ્ય કાન્તીભાઈ ખરાડી, દોતા તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ લક્ષ્મણસિંહ કે બારડ, દોતા તાલુકા વિકાસ અધિકારી એ.ડી. ચૌહાણ, જિલ્લા શિક્ષણાધિકારી સાયબાભાઈ ugvcl ના નાયબ ઈજનેરએફ.એન. ચૌધરી મ ચૌધરી, તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર નવીન ભાઈ ચૌહાણ, ડોક્ટર શૈલેષભાઈ તુરી વંશ હોસ્પિટલ સતલાસના વિગેરે હાજર રહ્યા હતા
કાર્યક્રમમાં હાજર રહેલ ત્રણે સંસદો એ કાર્યક્રમની અનુરૂપ ધાર્મિક માનવતા શિક્ષણ બેટી બચાવો અભિયાન વિગેરે પર વક્તવ્ય આપ્યા હતા, આશ્રમના મહંત પરબતજી મહારાજ એ મંચ પરથી બોલતો જણાવેલ કે આજના સમયમાં મંદિર કરતા નિશાળો તથા દવાખાનાઓની વધુ જરૂર છે જો સમાજમાં શિક્ષણ વધશે અને આરોગ્ય વધે તો આપોઆપ લોકોની ગરીબી દૂર થશે જો ટેકનિકલ શાળાઓ નું સર્જન થશે તો નોકરી ન મળે
તો પણ લોકોના બાળકોને રોજીરોટી મળી રહેશે કાર્યક્રમમાં હાજર રહેલ સાંસદો ધારાસભ્યો તથા અધિકારીઓ ને લક્ષ્મા રાખી પરબતજી મહારાજે આ પછાત એરીયામાં વિકાસના કામ થાય તે માટે અપીલ કરી હતી બનાસકાંઠા સાબરકાંઠા જિલ્લાને જોડતા સાબરમતીના નદી પર ધરોઈ ડેમ ના ઉત્તર કિનારે વડીલ વિશાળ પુલની પૂર્વ તરફ તથા પશ્ચિમ તરફ રોડ કાચો તથા ઉબડખાબડ હોઈ જે ખાતાનો આવતું હોય તે તેનો ઉકેલ લવાઈ જે સમસ્યા હોય તેનો ઉકેલ લાવી તાત્કાલિક આ રોડ પાકો બને તે માટે પણ અપીલ કરી હતી કાર્યક્રમની હતી અંતે આશ્રમની ભોજનશાળામાં સૌની ભોજન પીરસાયું હતું.