એ. પી ઠાકર હાઈસ્કૂલ, ગાંઠીઓલમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો
મોડાસા: શ્રીમદ્દ જેશીંગ બાપા સંકુલ, ગાંઠીઓલ માં આનંદીબેન પ્રેમુભાઇ ઠાકર હાઈસ્કૂલ માં 22 ફેબ્રુઆરી ના રોજ S. S. C અને H.S.Cના બાળકો નો શુભેચ્છા, ઇનામ વિતરણ અને વય નિવૃત કર્મચારી ઓ નો સન્માન સમારંભ યોજાયો. આ પ્રસંગે અઘ્યક્ષ સ્થાને પૂજ્ય શ્યામ સુંદર મહારાજ તેમજ મુખ્ય મહેમાનો માં શ્રી મહેન્દ્ર ભાઈ પટેલ અને કોલેજ ઓફ એડયુકેશન, દરામલી ના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. રાજેશભાઈ ચૌધરી ઉપસ્થિત રહી બાળકોને પ્રેરણા અને માર્ગદર્શન આપ્યું હતું.
આદર્શ કેળવણી મંડળના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી જનકભાઈ ઠાકર, ઉપપ્રમુખ શ્રી ફલજીભાઈ પટેલ અને તમામ ટ્રસ્ટીઓ એ મહેમાનોનું સ્વાગત કર્યું. વય નિવૃત કર્મચારી ઓ શ્રી ચંદુભાઈ પંચાલ, શ્રી મનુભાઈ પટેલ, શ્રી રણછોડભાઈ પરમાર અને સ્વ. રામભાઈ ભંગી ને સન્માનિત કર્યા. આચાર્ય શ્રી પ્રવિણસિંહ સીસોદીયા સાહેબે શાબ્દિક સ્વાગત કરી શુભેચ્છા પાઠવી હતી.. કાર્યક્રમ નું સફળ સંચાલન શ્રી શશીકાંત પટેલને કર્યું હતું. આભાર દર્શન શ્રી કમલેશ ભાઈ શુક્લ ને કર્યું. લગભગ ચાલીસ હજાર રૂપિયા ના ઇનામો બાળકોને આપવામાં આવ્યા હતા. કાર્યક્રમને અંતે મહેમાનો, બાળકો અને ઉપસ્થિત સૌએ સમૂહ ભોજન લીધું હતું.