માલપુર પાસે એક ટ્રેક્ટર અને ટ્રક અકસ્માતમાં વાત્રક નદીમાં પડી જતા ડૂબી જવાથી બે મુસાફરોના મોત:અન્ય 18 ઘાયલ

મોડાસા: અરવલ્લી જિલ્લામાં માલપુર પાસે એક ટ્રેક્ટર અને ટ્રક અકસ્માતમાં વાત્રક નદીમાં પડી જતા ડૂબી જવાથી બે મુસાફરોના મોત: થયા હતા અન્ય 18 ઘાયલ લોકોની સારવાર ચાલી રહી છે.કોઈ શુભ લગ્ન પ્રસંગે જઈ રહેલા ઉતારુઓ ભરેલા ટ્રેક્ટરને આ અકસ્માત વાત્રક નદીના પુલ ઉપર નડ્યો હતો.
હમણાં હમણાંથી ગુજરાત સહિત દેશમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ વધતી જતી રહે છે. આવી જ એક ઘટના ઉત્તર ગુજરાતમાં આવેલા અરવલ્લી જિલ્લામાં બની છે. જ્યાં માલપુર પાસે વાત્રક નદીના પુલ ઉપરથી પસાર થઈ રહેલા એક ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત થયા બાદ ટ્રેક્ટરમાં બેઠેલા લોકો અકસ્માતે નદીમાં પડ્યા હતા.
આ ઘટનામાં આશરે 20 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.જેમાં ખૂબ શોધખોળના અંતે બે વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યા હતા. નદીમાં ખાબકનારા તમામ લોકો લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જતા હતા.