હવે તમે પણ રહી શકો છો ક્રિકેટર સ્મિથના મહેલ જેવા ઘરમાં, આપવા પડશે આટલા રુપિયા

સ્મિથે ૩ બેડરુમ અને ૩ બાથરુમ વાળા આ ઘરને ૨૦૧૫માં લગભગ ૧૦ કરોડ રુપિયામાં ખરીદ્યું હતું હવે તમે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન અને દુનિયાના નંબર બે ટેસ્ટ બેટ્સમેન સ્ટિવ સ્મિતના મહેલ જેવા ઘરમાં રહી શકો છો. તેનું આ ઘર સીડની માં છે. જા કે આ માટે તમારે કેટલાક રૂપિયા પણ ચુકવવા પડશે. સ્ટિવ સ્મિતથે સીડનીમાં રહેલા પોતાના લકઝરી ઘરને ભાડા માટે આપી દીધું છે. જેનું દર સપ્તાહનું ભાડુ લગભગ એક લાખ રૂપિયાની આસપાસ છે. સ્ટિવ સ્મિત ૩ બેડરૂમ અને ૩ બાથરૂમવાળા આ ઘરને ર૦૧પમાં લગભગ ૧૦ કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. આ પછી તેણે ઘરમાં ઘણું કામ કરાવ્યું છે.
આ ઘરમાં એ બધી જ સુવિધા છે જે એક મહેલ જેવા ઘરમાં હોવી જોઈએ. ઘરમાં ઓપન કિચન અને ડાઇનિંગ એરિયા છે. આ ઘરની સૌથી મોટી ખાસિયત સિડની હાર્બર બ્રિજ છે, જે ઘરના દરેક રુમમાંથી સ્પષ્ટ જોવા મળે છે અને આ નજારો ઘરની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. ઘરના ગેટ કાચના છે. જેનાથી કુદરતી રોશની સીધી ઘરની અંદર આવી શકે છે. આ સ્મિથના લક્ઝરી કલેક્શનમાં એક છે.
રસપ્રદ વાત એ છે તે તેણે ઘરનું ભાડુ પણ ઘટાડી દીધું છે. કારણ કે ૨૦૧૮માં જે ભાડુ માંગ્યું હતું તેના કરતા આ વખતે ૧૨ હજાર રુપિયા ઓછું છે.
સ્મિથ હાલ ત્રણ ટી-૨૦ અને વન-ડે મેચની શ્રેણી માટે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. ૨૦૧૮માં યજમાન દક્ષિણ આફ્રિકા સામે કેપટાઉન ટેસ્ટમાં બોલ ટેમ્પરિંગમાં ફસાયા પછી સ્મિથ પ્રથમ વખત આ દેશના પ્રવાસે છે.