ટીમ નર્ચરે બાળપણને અદ્દભુત રીતે કેળવવા માટે માપદંડો નક્કી કર્યા!
આપણા ઘરોની આસપાસ બહારની રમતોનું મહત્વ સામાન્ય રીતે ઘટી ગયું છે. આપણે ટેકનોલોજીની દુનિયામાં જીવી રહ્યા છીએ અને આપણા બાળકો બહાર ધૂળમાં, વૃક્ષો અને બાઈક્સ પર રમવાના બદલે સતત ટીવી, આઈપેડ, મોબાઈલ્સ, કોમ્પ્યુટર્સ અને ગેમમાં વ્યસ્ત હોય છે.
આ પ્રકારના ચિંતાજનક ટ્રેન્ડનો સામનો કરવા માટે નર્ચર પ્રિ સ્કૂલની પ્રતિભાશાળી શિક્ષકોની ટીમે અનોખી પહેલ કરવાનો નિર્ણય લીધો છે. આ ચોક્કસથી આનંદદાયક રહેશે!
નર્ચરના સ્થાપક કવિતા શર્માએ જણાવ્યું છે કે ઘણા માતા-પિતા જુએ છે કે તેમના બાળકો કાદવમાં રમવા માટે આકર્ષાય છે પરંતુ તેમના કપડા પર ગંદકી લાગી જશે અને હાનિકારક જીવાણુંઓના ડરથી તેઓ તેમને કાદવ અને ધૂળ-માટીમાં રમતા જતા અટકાવે છે. જ્યારે હું કાદવવાળી જમીન જોવું છું ત્યારે હું ત્યાં બાળકો માટેની આનંદદાયક રમતોને જોઈ શકું છું. બાળકો તેમાં એકબીજા સાથે રમીને બહારની રમતોનોનો આનંદ માણી શકે છે અને તેનાથી તેમની રચનાત્મક શક્તિઓ ખીલે છે. ઈન્ટરનેશનલ મડ ડેના દિવસે અમારી ટીમ બાળકો માટે કાદવ અને ધૂળ-માટીમાં રમવું શા માટે મહત્વનું છે તે સમજાવવા તૈયાર છે.
બાળકો કાદવની આસપાસ રમશે અને કારને કાદવથી રંગી નાંખશે અને તેઓ કાદવમાં રમશે અને તેમાંથી વિવિધ વસ્તુઓ બનાવવાનું શીખશે. જેમાં તેમને ખરેખર ઘણો આનંદ આવશે.