Western Times News

Gujarati News

ઈન્કમટેક્સ ફ્લાયઓવર બ્રિજ અને નવનિર્મિત ડી.કે.પટેલ કોમ્યુનિટી હોલનું લોકાર્પણ

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા આશ્રમ રોડ ખાતે ઈન્કમટેક્ષ જંક્શન ઉપર નવા બનાવવામાં આવેલ ફ્લાયઓવર બ્રિજ અને પશ્ચિમ ઝોન નારણપુરા વોર્ડ નવનિર્મિત ડી.કે.પટેલ કોમ્યુનિટી હોલ તથા વાંચનાલયનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે, આજે લોકાર્પણ કરવામાં આવનાર છે.

મેયર બીજલબેન પટેલે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીની કર્મભૂમિ અમદાવાદમાં આવેલ સાબરમતી આશ્રમના નામ પરથી જે રોડનું નામ પડેલ છે તેવા આશ્રમ રોડ પર ઈન્કમટેક્ષ ચાર રસ્તા ખાતે સૌથી વધારે ટ્રાફિક થાય છે. આ ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા પશ્ચિમ વિસ્તાર અને પૂર્વ વિસ્તારને જાડતા ગાંધીબ્રીજને કનેક્ટેડ ઈન્કમટેક્ષ જંક્શન ઉપર રૂ.૫૭.૫૦ કરોડના ખર્ચે ફ્લાય ઓવર બ્રીજનું નિર્માણ કરવામાં આવેલ છે.

આશ્રમ રોડ પરના ઉસ્માનપુરાથી બાટા હાઉસ તરફ જતાં રસ્તા ઉપર ફ્લાયઓવર બ્રિજ કે જે ૮૦૫ મીટર લંબાઈ અને ૧૯.૫૦ મીટર પહોળાઈ તથા ૧૮ મીટર કેરેજ વે પહોળાઈ ધરાવે છે. જેના નિર્માણથી ટ્રાફિકભર્યા આશ્રમરોડ પર ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થવા પામશે. ફ્લાય ઓવર બ્રિજની બંને બાજુ શૈક્ષણિક સંસ્થા જેવી કે ગુજરાત વિદ્યાપીઠ, નવગુજરાત કોલેજ, સી યુ શાહ કોલેજ, તેમજ વાણીજ્ય સંકુલો, આયકર ક્ચેરી.

આકાશવાણી વિગેરે આવેલ હોઈ જેને અનુલક્ષીને સદર ફ્લાય ઓવર બ્રિજના નીચેના ભાગે ઉસ્માનપુરા એપ્રોચની નીચે ૩૮૪૦ ચો.મી અને બાટા એપ્રોચ ૮૪૦ ચો.મીટર પા‹કગ વ્યવસ્થા કરવામાં આવેલ છે. જેમાં અંદાજીત ૧૭૫ ફોર વ્હીલર અને ૪૫૦ ટુ વ્હીલર પાર્ક થઇ શકશે. આ બ્રીજ બનવાના કારણે દૈનિક અંદાજીત મહત્તમ ૧૮૬૪૯૩ પીસીયુ ટ્રાફીક સર્વે મુજબ વાહનોને ફાયદો થશે.

પશ્ચિમ ઝોનના નારણપુરા વોર્ડમાં આવેલ ડી.કે.પટેલ કોમ્યુનિટી હોલના જુના હયાત બિલ્ડીંગને દુર કરી અધ્યતન સગવડો ધરાવતો એ.સી.કોમ્યુનિટી હોલ તથા વાંચનાલયનું રૂ.૧૮.૪૨ કરોડના ખર્ચે નવનિર્માણ કરવામાં આવેલ છે. જેના લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા કરવામાં આવશે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલ હાજર રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.