Western Times News

Gujarati News

‘મિમી’ની તૈયારી દરમિયાન મેં એગ ફ્રીઝ કરાવ્યાં હતાં’ : ક્રિતિ સેનન

ક્રિતિ સેનને ઇન્ટરવ્યુમાં પોતાનાં એક અંગત નિર્ણયની વાત કરી

૨૦૨૧માં રિલીઝ થયેલી ‘મિમી’નું લક્ષ્મણ ઉટેકરે ડિરેક્ટ કરી હતી. ફિલ્મમાં ક્રિતિએ એવી યુવતીની ભુમિકા ભજવી હતી

મુંબઈ, ક્રિતિ સેનને પોતાની રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ ‘મિમી’ની તૈયારી દરમિયાન લીધેલા એક મહત્વના અને અંગત નિર્ણય વિશે પહેલી વખત ખુલાસો કર્યાે છે. એક પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન ક્રિતિએ જણાવ્યું કે ફિલ્મ માટે વજન વધારવાની તૈયારી કરતી વખતે તેણે પોતાનાં એગ ફ્રીઝ કરાવ્યાં હતાં.ક્રિતિએ જણાવ્યું કે કોઈ નજીકના વ્યક્તિએ તેને ભવિષ્યમાં માતૃત્વના વિકલ્પો ને સુરક્ષિત રાખવા માટે ફર્ટિલિટી પ્રિઝર્વેશન અંગે વિચારવાની સલાહ આપી હતી.

આ વિચાર લાંબા સમય સુધી તેનાં મનમાં રહ્યો. જ્યારે ‘મિમી’ માટે વજન વધારવાની જરૂર પડી ત્યારે તેણે આ જ યોગ્ય સમય હોવાનું નક્કી કર્યું.તેણે કહ્યું, “હું આ વાત પહેલીવાર કહી રહી છું. મેં મારાં એગ્સ ફ્રીઝ કરાવ્યાં હતાં. ખૂબ સમજદારીથી મેં આ પ્રક્રિયા ‘મિમી’ માટે વજન વધારવાના સમય દરમિયાન કરાવી. આ પ્રક્રિયાને કારણે શરીરમાં સોજો (બ્લોટિંગ) આવે છે અને હું તો ફિલ્મ માટે વજન વધારી જ રહી હતી. કોઈએ મને કહ્યું હતું કે જો શક્ય હોય તો આ તમારા માટે સૌથી સારી ભેટ છે. આ વાત મારા મનમાં રહી ગઈ હતી. પછી જ્યારે ફિલ્મ માટે વજન વધારવાનું કહેવામાં આવ્યું, ત્યારે મેં વિચાર્યું કે આ જ યોગ્ય સમય છે.

”એગ ફ્રીઝિંગને તબીબી ભાષામાં ઓઓસાઇટ ક્રાયોપ્રિઝર્વેશન કહેવામાં આવે છે, તેમાં મહિલાના અંડાણુઓ કાઢીને ખાસ પ્રક્રિયા દ્વારા ભવિષ્ય માટે સુરક્ષિત રીતે સંગ્રહિત કરવામાં આવે છે. જે મહિલાઓ ભવિષ્યમાં માતા બનવાની સંભાવના જાળવી રાખવા માંગે છે, તેમનાં માટે આ એક યોગ્ય વિકલ્પ માનવામાં આવે છે.ક્રિતિએ જણાવ્યું કે આ પ્રક્રિયા દરમિયાન હોર્માેનલ ઇન્જેક્શન આપવામાં આવે છે, જેના કારણે થોડા સમય માટે શરીરમાં સોજો અને વજનમાં વધારો થઈ શકે છે.

કારણ કે તે સમયે તે ફિલ્મ માટે પણ વજન વધારી રહી હતી, તેથી બંને બાબતો એકસાથે સંભાળી શકાઈ.૨૦૨૧માં રિલીઝ થયેલી ‘મિમી’નું લક્ષ્મણ ઉટેકરે ડિરેક્ટ કરી હતી. ફિલ્મમાં ક્રિતિએ એવી યુવતીની ભુમિકા ભજવી હતી, જે પોતાના સપના પુરા કરવા માટે સરોગેટ માતા બનવાનું સ્વીકારે છે. ફિલ્મમાં પંકજ ત્રિપાઠી, સાઈ તમ્હણકર અને મનોજ પાહવા પણ અગત્યના રોલમાં જોવા મળ્યાં હતાં. ક્રિતિનાં અભિનયને ભારે પ્રશંસા મળી હતી અને તેને ૬૯મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.