Western Times News

Gujarati News

માછીમારોની બોટમાં વપરાતા ડીઝલ પર વેટ રાહત આપવાની યોજનામાં કરાયો મહત્વપૂર્ણ સુધારો

file photo

બોટની ૨૦ મીટરની લંબાઈની મર્યાદા સંપૂર્ણપણે નાબૂદ: હવે તમામ યાંત્રિક બોટોને મળશે યોજનાનો લાભ: જીતુ વાઘાણી

Ø  વેટ રાહત મેળવવા બોટની રિયલ ક્રાફ્ટ પોર્ટલ” પર નોંધણી અને ફિશિંગ લાયસન્સ અનિવાર્ય

Ø  રાજ્યની ૧૮,૦૦૦થી વધુ યાંત્રિક ફિશિંગ બોટોને મળશે આર્થિક લાભ

Ø  પાત્રતા ધરાવતી બોટોને પ્રતિ લિટર મહત્તમ રૂ૧૫/- સુધીની વેટ રાહત મળશે

અમદાવાદ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં માછીમાર ભાઈઓના આર્થિક ઉત્થાન અને સર્વાંગી વિકાસ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો આપતા પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કેમાછીમારોની યાંત્રિક બોટમાં વપરાતા ડીઝલ પર વેટ રાહત આપવાની યોજનામાં મહત્વપૂર્ણ સુધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 પ્રવક્તા મંત્રીશ્રીએ વિગતવાર માહિતી આપતા ઉમેર્યું હતું કેઅગાઉના નિયમ મુજબ આ યોજનાનો લાભ માત્ર ૨૦ મીટરથી ઓછી લંબાઈ ધરાવતી યાંત્રિક બોટોને જ મળતો હતો. હવે માછીમાર સમુદાયના વ્યાપક હિતમાં આ ૨૦ મીટરની મર્યાદાને સંપૂર્ણપણે દૂર કરવાનો નિર્ણય લેવાયો છે. આ સુધારાના પરિણામે હવે રાજ્યની ડીપ-સી બોટો સહિત તમામ યાંત્રિક ફિશિંગ બોટો આ યોજનાનો લાભ મેળવી શકશે.

 આ લાભ મેળવવા માટે જે-તે ફિશિંગ બોટની નોંધણી રિયલ ક્રાફ્ટ પોર્ટલ‘ પર થયેલી હોવી જોઈએ તેમજ બોટ પાસે માન્ય ફિશિંગ લાયસન્સ હોવું અનિવાર્ય છે. આ મહત્વપૂર્ણ નિર્ણયથી રાજ્યની નોંધાયેલી ૧૮,૦૦૦થી વધુ યાંત્રિક ફિશિંગ બોટો હવે ડીઝલ વેટ રાહત મેળવવા માટે પાત્ર બની છેતેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

 વધુ વિગતો આપતાં તેમણે કહ્યું હતું કેઆ યોજના હેઠળ પાત્રતા ધરાવતી તમામ યાંત્રિક બોટોને સરકાર દ્વારા ડીઝલ કાર્ડ‘ આપવામાં આવશે. આ કાર્ડ ધારક બોટોને પ્રતિ લિટર મહત્તમ રૂ. ૧૫/- લેખે ડીઝલ વેટ રાહત મળશે. જો વેટની રકમ રૂ. ૧૫ કરતાં ઓછી હશેતો તે મુજબ સબસિડી મળવાપાત્ર રહેશે.

 નાનામધ્યમ અને મોટા—તમામ વર્ગના માછીમારોને આ સમાન લાભ મળવાને કારણે તેમના ડીઝલના દૈનિક ખર્ચમાં મોટો ઘટાડો થશેજેનાથી તેમની આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને આવકમાં નોંધપાત્ર વધારો થશે. હજુ પણ જે માછીમાર બંધુઓને રિયલ ક્રાફ્ટ પોર્ટલ પર નોંધણી અથવા ફિશિંગ લાયસન્સ મેળવવાનું બાકી હોય તો તે સત્વરે પૂર્ણ કરવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.