Western Times News

Gujarati News

ફિલ્મ ‘સતલુજ’ ને લઈને સેન્સરબોર્ડે કર્યાે મહત્ત્વનો ઘટસ્ફોટ

સમગ્ર ફિલ્મને ઓટીટી પરથી હટાવી દેવામાં આવી એ સમયે દિલજીતે ખૂબ જ દુઃખ વ્યક્ત કર્યું હતું

ફિલ્મ ‘સતલુજ’ અલગ નામથી રિલીઝ કરી દેવાતા સરકારે મુદ્દાને ગંભીરતાથી લીધો

મુંબઈ,ઘણી બધી એવી ફિલ્મો હોય છે જેની સામે સેન્સરબોર્ડ એક્શન લે છે, ઘણીવાર સત્યઘટનાથી પ્રેરિત કે સત્યઘટનાથી નજીક રહેલા કિસ્સાઓ પર જ્યારે ફિલ્મ તૈયાર થાય છે એમાં તથ્યોને લઈને ઘણીવાર વિવાદ થાય છે. હવે દિલજીત દોસાંજની ફિલ્મ ‘સતલુજ’ ના કોન્ટેટને લઈને મામલો વિવાદમાં આવ્યો છે. આ માટે સૂચના તથા પ્રસારણ મંત્રાલયે ફિલ્મ માટે હાઈ લેવલ ઈન્ટર ડિપાર્ટમેન્ટ કમિટી તૈયાર કરી છે. હાલમાં પંજાબમાં એક માનવાધિકાર કાર્યકર્તા લાપતા થઈ ગયા છે એના પર સમગ્ર ફિલ્મ કેન્દ્રીત છે.

આ કમિટીનું નિર્માણ સોમવારે કરવામાં આવ્યું પછી સમગ્ર વિવાદને વધારે વેગ મળ્યો હતો. પંજાબના માઈલસ્ટોન સિંગર અને એક્ટર ‘પંજાબ ૯૫’ નામની એક ફિલ્મ તૈયાર કરી હતી જેમાં સેન્સર બોર્ડ પાસે કોઈ કારણોસર આ ફિલ્મ અટકી રહી, આ પછી ફિલ્મ ‘સતલજ’ શુક્રવારે ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રિમ કરવામાં આવી પણ બે દિવસ બાદ જ આ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પરથી દૂર કરી દેવામાં આવી. ખરેખર તો આ ફિલ્મ પંજાબના એક સમયના જાણીતા એક્ટિવિસ્ટ જસવંતસિંહ ખાલરા પર આધારિત છે. જેને વર્ષ ૧૯૮૪થી વર્ષ ૧૯૯૪ સુધી પંજાબમાં અજાણ્યા મૃતદેહના અંતિમસંસ્કારની તપાસ કરી હતી.

વર્ષ ૧૯૯૫માં એમનું અપહરણ થયું એ પછી તેઓ ક્યારેય જોવા મળ્યા જ નથી. આખી વાર્તા આના પર છે. આ ફિલ્મમાં જસવંતસિંહ ખાલરાનો રોલ દિલજીત દોસાંજે પ્લે કર્યાે છે. સરકારે સુરક્ષાનો મુદ્દો આગળ કરીને આ ફિલ્મને ઓટીટી પર સ્ટ્રિમ થવા પર રોકી લીધી છે. હવે સમગ્ર કોન્ટેટની તપાસ કર્યા બાદ જ સ્ટ્રિમ કરવામાં આવશે. જ્યારે સમગ્ર ફિલ્મને ઓટીટી પરથી હટાવી દેવામાં આવી એ સમયે દિલજીતે ખૂબ જ દુઃખ વ્યક્ત કર્યું હતું.પણ લોકોને ખાતરી આપતા કહ્યું હતું કે, જ્યારે પણ ફિલ્મ જોવાનો ચાન્સ મળે તો એકવાર આ ફિલ્મ અવશ્ય જોઈ લેજો.

ઝી૫ પર આ ફિલ્મ સ્ટ્રિમ કરવામાં આવી હતી આ સાથે ફિલ્મની પાયરેસનું સમર્થન ન કરવા પર અપીલ કરી હતી.સમગ્ર મામલે સૂચના તથા પ્રસારણ મંત્રાલયે કહ્યું હતું કે, આ ફિલ્મ માટે જરૂરી એવા પ્રમાણપત્રોની પ્રક્રિયા ફિલ્મે પૂરી કરી ન હતી. આ પ્રમાણપત્ર વગર ફિલ્મને સ્ટ્રિમ કરી દેવામાં આવી હતી. આ મામલે zee5 ઓટીટીએ પણ ખાતરી આપી કે, આ ફિલ્મ માટે આગળ કોઈ આદેશ નહીં મળે ત્યારે સુધી ફિલ્મને ભારતમાં કોઈ રીતે સ્ટ્રિમ કરી શકાશે નહીં. મંત્રાલયે ઉમેર્યું કે, ફિલ્મને થિયેટર્સમાં રિલીઝ કરવા માટે જે જરૂરી પ્રમાણપત્ર જોઈએ એ ન હતા. ફિલ્મ સજલુજના મેકર્સે વર્ષ ૨૦૨૨માં આના ઓરિજિનલ ટાઈટલ પંજાબ ૯૫ અંતર્ગત સેન્સર સર્ટિફિકેટ માટે એપ્લિકેશન આપી હતી.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.