સુરતમાં જળપ્રલય! કરંટ-ડૂબવા સહિતની દુર્ઘટનામાં ૧૩ના મોત
૩૪૧૬નું રેસ્ક્યૂ, ૩૮૬૨ લોકોનું સ્થળાંતર
સુરતના પલસાણા, કામરેજ, સુરત સિટી, બારડોલી, અંબિકા સહિતના વિસ્તારોમાં ૧૦-૧૦ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો
નવી દિલ્હી,સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ૫ દિવસથી ભારેથી અતિભારે વરસાદી માહોલ છે. જેમાં સુરત, જૂનાગઢના માંગરોળ, વલસાડ સહિતના જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. ૭ જુલાઈના રોજ સુરતના કામરેજ, પલસાણા સહિતના તાલુકામાં ૧૭ ઇંચથી વધુ વરસાદ ખાબકતાં અનેક વિસ્તારો જળમગ્ન થયા છે.
જ્યારે સુરત શહેરમાં છેલ્લાં ૩૮ કલાકમાં ૧૯ ઈંચ વરસાદ નોંધાયો છે. અતિભારે વરસાદ થતાં પૂરની સ્થિતિમાં સુરતમાં તારાજીના દ્રશ્યો જોવા મળ્યા. સુરતમાં એક જ દિવસમાં ૧૧ ડૂબવાથી, ૧ કરંટથી મળીને કુલ ૧૩ લોકોના મોત નીપજ્યાં હોવાનું જણાય છે. અતિભારે વરસાદી આફત બાદ સુરતમાં સ્થાનિક તંત્ર, NDRF-SDRFની ટીમ દ્વારા બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે.
જેમાં ૮ જુલાઈ સાંજે ૫ વાગ્યા સુધીમાં ૩,૪૧૬ લોકોને રેસ્ક્યૂ કરાયા તેમજ ૩૮૬૨ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.સુરતમાં અતિભારે વરસાદી કહેરની સ્થિતિમાં એક દિવસમાં કરંટ, ડૂબવા સહિતની દુર્ઘટનામાં કુલ ૧૩ના મોત નીપજ્યા હોવાનું જણાય છે. જેમાં ડિંડોલી, પુણાગામ, પાંડેસરા, રાંદેર સહિતના વિસ્તારોમાં બનેલી દુર્ઘટનામાં લોકોના મોત થયા છે.સુરતના પલસાણા, કામરેજ, સુરત સિટી, બારડોલી, અંબિકા સહિતના વિસ્તારોમાં ૧૦-૧૦ ઇંચથી વધુ વરસાદ ખાબકતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.
ચારેય બાજું પાણી-પાણીના દ્રશ્યો જોવા મળ્યા છે, ત્યારે પૂરની સ્થિતિથી જનજીવન ખોરવાયું છે. સુરતમાં જળબંબાકારની સ્થિતિમાં ફસાયેલા અનેક લોકોનું તંત્ર દ્વારા રેસ્ક્યૂ કરીને સુરક્ષિત જગ્યાએ સ્થાળાંતર કરવામાં આવ્યા છે.સુરતના અનેક તાલુકામાં અતિભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જ્યાં જોઈએ ત્યાં પાણી ભરાયેલા જોવા મળે છે. લોકોના ઘરોમાં પાણી ભરાતા SDRF, NDRF અને પોલીસની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ છે. SS1
