Western Times News

Gujarati News

વિશ્વનું સૌથી મોટું ‘ડેટા સેન્ટર સિટી’ બનશે ધોલેરા! સર્જાશે લાખો રોજગારીની તકો

File Photo

  • ગુજરાત સરકારનો માસ્ટરસ્ટ્રોક: નવી ડેટા સેન્ટર પોલિસીથી રાજ્યમાં સર્જાશે લાખો રોજગારીની તકો

  • અમેરિકા-યુકેને ટક્કર આપવા ગુજરાત સજ્જ: લોન્ચ થઈ ‘વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29’

વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29′ –ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે વિકસિત ગુજરાત ડેટા સેન્ટર નીતિ ૨૦૨૬-૨૯‘ જાહેર કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી

::મુખ્યમંત્રીશ્રી::

વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29′થી ગુજરાત દેશમાં ડેટા સેન્ટર સ્થાપના માટે બેસ્ટ ડેસ્ટિનેશન બનશે

વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગુજરાત દેશની ડિજિટલ વ્યવસ્થામાં મહત્વના પ્લેયર તરીકે ઉભરી રહ્યું છે.

રાજ્યમાં ડિજિટલ ઇકોનોમીને વધુ મજબૂત બનાવવા માટે વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29′ અમલમાં
મૂકી છે.

નાયબ મુખ્યમંત્રીશ્રી –Ø  પોલિસીમાં 51% ગ્રીન એનર્જીનો ઉપયોગ અને ડીસેલીનેશન પ્લાન્ટ દ્વારા પાણી પુરવઠો સુનિશ્ચિત કરી સસ્ટેનેબિલિટી પર વિશેષ ભાર મૂક્યો છે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29′નું લોન્ચિંગ કરતા જણાવ્યુ કેઆ પોલિસી દ્વારા ગુજરાત દેશમાં ડેટા સેન્ટર સ્થાપના માટે બેસ્ટ ડેસ્ટિનેશન બનશે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યુ કેભારત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વમાં વિશ્વના સૌથી મોટા ડેટા યુઝર અને ડેટા ઉત્પાદક દેશોમાં સ્થાન મેળવી રહ્યું છે. ડિજિટલ યુગમાં ડેટા સૌથી મહત્વપૂર્ણ અને પાયાની સંપત્તિ બની ગયો છે. ડેટા જ વિકસિત ભારતના આર્થિક વિકાસનો નવો આધાર બનીને ડિજિટલ અર્થવ્યવસ્થાને નવી દિશા આપી રહ્યો છે.

રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગે તૈયાર કરેલી આ વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29નો લોન્ચિગ સમારોહ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીસાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી શ્રી અર્જૂન મોઢવાડિયામુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસ તેમજ ઉદ્યોગ-વેપાર જગતના  અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

મુખ્યમંત્રીશ્રીએ આ સમારોહમાં જણાવ્યું કે ડિજિટલ ઈકોનોમીઆર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સક્લાઉડ કમ્પ્યુટિંગઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન જેવા ઇમર્જિંગ સેક્ટર્સને નવી ગતિ મળી છે તેમજ વર્લ્ડ ક્લાસ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે વિશાળ તકો ઉભી થઈ છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ વર્ષના કેન્દ્રીય બજેટમાં દેશને ક્લાઉડ અને એ.આઈ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ગ્લોબલ હબ બનાવવા માટે મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી છે. સાથે જ ડેટા સેન્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વૈશ્વિક કામગીરી માટે પ્રદાતાઓને 20 વર્ષનો ટેક્સ હોલીડે આપવામાં આવ્યો છેતે આ ક્ષેત્રના વિકાસ માટે પ્રેરકબળ બનશે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કેવડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગુજરાત આજે દેશની ડિજિટલ વ્યવસ્થામાં મહત્વના પ્લેયર તરીકે ઉભરી રહ્યું છે. એ.આઈ. આધારિત ટેક્નોલોજીના ઝડપી વિકાસ સાથે સ્કેલેબલ ડેટા સ્ટોરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની માંગ સતત વધી રહી છે. આ વધતી માંગને ધ્યાનમાં રાખીને તેમજ રાજ્યમાં ડિજિટલ ઇકોનોમીને વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકારે આ વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29′ અમલમાં મૂકી છે.

આ નવી પોલિસી દ્વારા રાજ્યમાં ક્લાઉડ સર્વિસિસઆર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સડિજિટલ ટ્રાન્ઝેક્શનઈ-કોમર્સ પ્લેટફોર્મસ્માર્ટ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ્સ અને ડિજિટલ ગવર્નન્સ જેવી સેવાઓને વધુ સક્ષમ અને ગતિશીલ બનાવી શકાશે તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર લોંગ ટર્મ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે કટિબદ્ધ છેતે આ પોલિસીમાં સ્પષ્ટ જોવા મળે છે. વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી માત્ર રાજ્યના જ નહીંપરંતુ દેશના ન્યુ જનરેશન ડિજીટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટને વેગ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આગામી સમયમાં આવી નવી ટેક્નોલોજી અને ઇનોવેશન રાજ્યના અર્થતંત્રનું બેકબોન સાબિત થશે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ.

નાયબ મુખ્યમંત્રી મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કેવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વમાં ગુજરાત ભરોસાની વૈશ્વિક બ્રાન્ડ બન્યું છે શ્રી સંઘવીએ દેશમાં સેમિકન્ડક્ટર અને ડેટા ક્ષેત્રે ભૂતકાળમાં મળેલી નિષ્ફળતાઓનો ચિતાર આપતાં જણાવ્યું હતું કે૧૯૭૬થી ૨૦૦૯ સુધી દેશમાં અનેક વચનો અને જાહેરાતો થઈ પરંતુ પ્રોજેક્ટ્સ જમીન પર ન ઉતરી શક્યા. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૨૧માં સેમિકન્ડક્ટર મિશન શરૂ થયું. માત્ર ૪ મહિનાના ટૂંકા ગાળામાં ગુજરાતે ૩થી વધુ સેમિકન્ડક્ટર ઓસેટ (OSAT) પ્લાન્ટના લોકાર્પણ કરીને પોતાની ક્ષમતા સાબિત છે.

 ધોલેરાની ક્ષમતા વિશે નાયબ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કેમાત્ર ધોલેરામાં જ પોલિસીની ક્ષમતા કરતાં બમણી ડિમાન્ડ છેજેના પરિણામે ધોલેરા વિશ્વનું સૌથી મોટું ડેટા સેન્ટર સિટી‘ બનશે. ડેટા સેન્ટર સ્થાપવાની સાથે સાથે આગામી સમયમાં ધોલેરાને ગ્લોબલ કેપેબીલીટી સેન્ટર્સ (GCC)નું હેડક્વાર્ટર બનાવવાની દિશામાં પણ સરકાર સક્રિયપણે કામ કરી રહી છે. ધોલેરાની કનેક્ટિવિટી વધારવા ટૂંક સમયમાં જ નવું એરપોર્ટ કાર્યરત થશે અને અમદાવાદથી ધોલેરા વચ્ચે સેમી-હાઈસ્પીડ ટ્રેન પણ શરૂ થવા જઈ રહી છે.

 ગુજરાત સરકારની વિશ્વસનીયતા એટલી મજબૂત છે કે પોલિસી આજે લોન્ચ થઈ છેપરંતુ પોલિસીની ૭.૫ ગીગાવોટની ક્ષમતા સામે દેશ અને દુનિયાની લીડિંગ કંપનીઓએ તેના કરતાં બમણી ક્ષમતાની ડિમાન્ડ સાથેના રિક્વેસ્ટ લેટર્સ સરકારને મળી ચૂક્યા છે.

 ડેટા સેન્ટરમાં વીજળી અને પાણીની જરૂરિયાત મહત્તમ હોય છે. આ પોલિસી હેઠળ ડેટા સેન્ટરોમાં વપરાતી કુલ ઉર્જામાંથી ૫૧ ટકા ઉર્જા ફરજિયાતપણે ગ્રીન એનર્જી જ વાપરવી પડશે. આ ઉપરાંત ખેડૂતો કે અન્ય ઉદ્યોગોના ભોગે નહીંપરંતુ દરિયાના પાણીને મીઠું કરવા માટેના ડીસેલીનેશન પ્લાન્ટ પર ભાર મૂકીને પાણી પુરવઠો આપવામાં આવશે.

 સરકારી પ્રક્રિયામાં વિલંબ નિવારવા માટે આગામી દિવસોમાં સ્ટેકહોલ્ડર્સ કન્સલ્ટેશન મીટિંગ યોજી રોકાણકારોને લેન્ડ પોકેટ્સ બતાવવામાં આવશે. ધોલેરામાં રોકાણ કરવા ઈચ્છતી કંપનીઓ માટે હેન્ડ-હોલ્ડિંગ કરવા અને ડે-ટુ-ડે પ્રક્રિયા સરળ બનાવવા સીનિયર નોડલ ઓફિસર્સની નિમણૂક પણ કરવામાં આવશે. અંતમાં શ્રી સંઘવીએ વૈશ્વિક હાઇપરસ્કેલ તથા AI ક્ષેત્રના તમામ રોકાણકારોને ગુજરાતમાં રોકાણ માટે આમંત્રિત કરીને ડેટા સેન્ટર ક્ષેત્રે ગુજરાત દેશભરમાં મોખરે રહેશેતેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

 સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કેનવી “વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી”ના પરિણામે ગુજરાત AI અને ડેટા સેન્ટર ક્ષેત્રે ગ્લોબલ લીડર બનશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતને કુલ ૧૦ ગીગાવોટ ક્ષમતાના ડેટા સેન્ટરના પ્રસ્તાવો મળ્યા છે. જેમાંથી ૮ ગીગાવોટ સુધીની ક્ષમતા વિકસાવવાનું રાજ્ય સરકારનું આયોજન છે. આ માત્ર ડેટા સ્ટોરેજ પૂરતું મર્યાદિત નથીપરંતુ આ સમગ્ર દેશ અને દુનિયા માટે એક સંપૂર્ણ AI ઇકોસિસ્ટમ તૈયાર કરવાનો એક ભાગ છે.

 મંત્રીશ્રીએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કેહવેનો સમય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગનો છેજે નવી વિકસતી અર્થવ્યવસ્થાનો મુખ્ય આધારસ્તંભ છે. ગુજરાતે આ નવી ક્રાંતિમાં પ્રાઇમ મૂવર‘ બનવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. વૈશ્વિક પરિદ્રશ્ય અને વર્તમાન સમયમાં વૈશ્વિક ડેટા સેન્ટરની ક્ષમતાની સરખામણીએ ભારતે હજુ એક લાંબી સફર કાપવાની બાકી છે‌. આજે અમેરિકામાં અંદાજે ૫,૫૦૦ અને યુનાઇટેડ કિંગડમમાં ૫૦૦થી વધુ ડેટા સેન્ટર્સ છેતેની સામે ભારતમાં માત્ર ૨૦૦ જેટલા જ ડેટા સેન્ટર્સ છે. અમેરિકાની ૩૦ ગીગાવોટ ક્ષમતા સામે ભારતની વર્તમાન ક્ષમતા માત્ર ૨ થી ૩ ગીગાવોટ છે અને આગામી પ્રોજેક્ટ્સને ગણતરીમાં લઈએ તો પણ આપણે 0૫ ગીગાવોટને પાર કરી શકતા નથી.

 તેમણે જણાવ્યું હતું કેઆ ઐતિહાસિક નીતિને આકાર આપવામાં મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં વહીવટી તંત્રએ અભૂતપૂર્વ ઈચ્છાશક્તિ દર્શાવી છે. જેના પરિણામે આગામી ૧૦ વર્ષમાં ગુજરાત AI ઇકોસિસ્ટમનું પણ કેન્દ્ર બનવા સજ્જ છે. આ ક્ષેત્રે મોટા પ્રમાણમાં રોકાણ કરવા મંત્રી શ્રી મોઢવાડીયાએ સૌ રોકાણકારોની અનુરોધ કર્યો હતો.

 મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસે “વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી”ને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ગેમ-ચેન્જર ગણાવી છે. તેમણે જણાવ્યું હતું કેઆર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગના યુગમાં મજબૂત ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ખાસ કરીને ડેટા સેન્ટર્સના મહત્વને ધ્યાને રાખીને આ નીતિ બનાવવામાં આવી છે.

 મુખ્ય સચિવશ્રીએ ઉમેર્યું કેડેટા સેન્ટર્સ માટે જરૂરી પુષ્કળ માત્રામાં પાણી અને વીજળીની જરૂરિયાત પૂરી કરવા ગુજરાત સજ્જ છેકારણ કે રાજ્ય પાસે વિશાળ દરિયાકાંઠો અને સૌર-પવન ઉર્જા જેવા રિન્યુએબલ એનર્જીના વિપુલ સ્ત્રોત ઉપલબ્ધ છે. આ નવી પોલિસી દ્વારા ગુજરાતમાં અંદાજે રૂ. ૬ લાખ કરોડનું માતબર રોકાણ આવવાની અને મોટા પાયે રોજગારીની તકો ઉભી થવાની અપેક્ષા છેજે વર્લ્ડ બેંકની વ્યાખ્યા મુજબ ગુજરાતને હાઈ-મિડલ ઇકોનોમી‘ તરીકે વધુ મજબૂત બનાવશે.

 વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના સચિવ ડૉ. પી. ભારતીએ આ પોલિસીની વિશેષતાઓ વર્ણવી હતી. આ કાર્યક્રમમાં નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી ટી. નટરાજનઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મમતા વર્માઇન્ડસ્ટ્રી લીડર્સરોકાણકારોવિષય નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.