Western Times News

Gujarati News

વર્ક વિઝા કૌભાંડમાં કોગ્નિઝન્ટ સહિત ભારતીય આઈટી કંપનીઓ રડારમાં

એચ-૧બી વિઝા કૌભાંડ પર અમેરિકાની સ્ટ્રાઈક

ઓછી મજૂરીવાળા વિદેશી કર્મચારીઓથી બજાર ભરી દેવાતા અમેરિકન કામદારોની નોકરીઓ છીનવાઈ ગઈ ઃ ઓઆઈજી

વોશિંગ્ટન,અમેરિકાના એચ-૧બી અને પર્મ વર્ક વિઝામાં ચાલી રહેલા કૌભાંડ વિરુદ્ધ ટ્રમ્પ સરકારે મોટું તપાસ અભિયાન શરૂ કર્યું છે. અમેરિકન શ્રમ વિભાગના ટોચના અધિકારીએ કહ્યું કે, આ મોટા કૌભાંડની તપાસની રડાર પર કોગ્નિજેન્ટ સહિતની ભારતીય આઈટી કંપનીઓ છે.અમેરિકન ઉપપ્રમુખ જેડી વેન્સના નેતૃત્વવાળી ‘ટાસ્ક ફોર્સ ટુ એલિમિનેટ ળોડ’ હેઠળ વિઝા સંબંધિત આ મોટા કૌભાંડ વિરુદ્ધ આ આકરી કાર્યવાહી કરવામાં આવી છે.

શ્રમ વિભાગ હેઠળ કામ કરતા ઓફિસ ઓફ ધ ઈન્સ્પેક્ટર જનરલે (ઓઆઈજી) મોટા સ્તર પર ચાલી રહેલા આ કૌભાંડનો પર્દાફાશ કર્યાે છે. ઓઆઈજીના સત્તાવાર નિવેદનમાં તપાસ સંબંધિત અનેક મહત્વની વાતો સામે આવી છે.ઓઆઈજીની તપાસમાં જણાયું છે કે અનેક એમ્પ્લોયર અને લેબર બ્રોકર્સે વિઝા માટે નકલી અરજીઓ કરી છે, વિદેશ કામદારોનું શોષણ કરાયું, તેમને બળજબરીથી ઓછા પગાર પર કામ કરાવાયું અને તેમના નાંણાંમાં ગેરકાયદે કાપ કરાયો છે. ઓછી મજૂરીવાળા વિદેશી કર્મચારીઓથી બજારને ભરી દેવાયું છે, જેનું સીધું નુકસાન અમેરિકન કામદારોને થયું અને તેમની નોકરીઓ છીનવાઈ ગઈ.

શ્રમ વિભાગના ઈન્સ્પેક્ટર જનરલ એન્થોની ડી એસ્પોસિટોએ આ કાર્યવાહી અંગે ખુલીને વાત કરી હતી. તેમણે કહ્યું, અમે આ બાબતમાં પહેલાથી જ અનેક કંપનીઓને સમન પાઠવ્યા છે. અમે તપાસમાં મળેલા દરેક પુરાવાના મૂળ સુધી જવાનું સુનિશ્ચિત કરીશું.આઈટી દિગ્ગજ કંપની કોગ્નિઝેન્ટનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, અમારી પાસે એવા વ્હિસલબ્લોઅર્સ છે, જે કોગ્નિઝેન્ટ જેવી કેટલીક મોટી કંપનીઓ અંગે માહિતી આપી રહ્યા છે. આ કંપનીઓ પર્મ અને એચ-૧બી વિઝા સંબંધિત મુદ્દાઓમાં પહેલાથી જ ઘણી ચર્ચા થઈ રહી છે.

ઓઆઈજીએ સ્પષ્ટ કર્યું કે, આ પ્રકારની છેતરપિંડીથી દેશમાં કામદારોની સાચી અછતને દૂર કરવા માટે બનાવાયેલા પ્રોગ્રામોની સાખને નુકસાન પહોંચે છે. આ કાર્યક્રમનો આશય અમેરિકન નાગરિકોની નોકરીઓની કિંમતે ભ્રષ્ટ લોકોના ખીસ્સા ભરવાનો બિલકૂલ નથી.તપાસ એજન્સીએ કહ્યું કે, તે વિદેશી ગેસ્ટ વર્કર વિઝા સિસ્ટમનો દુરુપયોગ કરનારા માનવ દાણચોરો અને બળજબરીથી મજૂરી કરાવનારાને રોકવા માટે કટીબદ્ધ છે. મજબૂર મજૂરોનું શોષણ કરનારા અને અમેરિકન નાગરિકોના હકની નોકરીઓ છીનવવાના કાવતરાંને તે જડમાંથી ખતમ કરવા માટે કટિબદ્ધ છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.