Western Times News

Gujarati News

ચીનમાં ડિપ્રેશન ઘટાડવા ચાલતો હસાવવાનો ૪૦૦ અબજ ડોલરનો જંગી બિઝનેસ

Representative Image

યુવા જનરેશનમાં ભવિષ્યની ચિંતાને લઈને ડિપ્રેશનનું પ્રમાણ પણ વધ્યું

ચીનની નવી જનરેશનમાં ભૌતિક ચીજવસ્તુઓ પાછળ ખર્ચ કરવાને બદલે માનસિક શાંતિ મળે તે માટે બજેટ આપવાનું વધ્યું

બેઈજિંગ,ચીનના સોશિયલ મીડિયા આજકાલ ઈનોશ્નલ વેલ્યૂની જાહેરાતોથી ઉભરાઈ રહ્યું છે. એકલતા વધી રહી છે અને યુવા જનરેશનમાં ભવિષ્યની ચિંતાને લઈને ડિપ્રેશનનું પ્રમાણ પણ વધ્યું છે. તેની સામે ઈનોશ્નલ વેલ્યૂ યાને હસાવવાથી લઈને ગિફ્ટ આપીને ખુશ કરવા સુધીનું ખુશહાલીનું માર્કેટ વધી રહ્યું છે. એક અંદાજ પ્રમાણે ચીનમાં આ પ્રકારનો બિઝનેસ ૪૦૦ અબજ ડોલરને પાર પહોંચી ગયો છે.ચીનની નવી જનરેશનમાં ભૌતિક ચીજવસ્તુઓ પાછળ ખર્ચ કરવાને બદલે માનસિક શાંતિ મળે તે માટે બજેટ આપવાનું વધ્યું.

ચીનની યુવા પેઢીમાં ભવિષ્યને લઈને ચિંતા છે. નવી જનરેશન એક્ઝાઈટીમાં જીવા છે. ભવિષ્યની ચિંતામાં દિવસો કાઢે છે. તેની સામે અમુક યુવાનો ખુશહાલીનો બિઝનેસ કરી રહ્યા છે. લૂ ઝાઓયૂ નામનો એક યુવાન ચીનના વિખ્યાત પહાડ માઉન્ડ તાઈના અવરોહણમાં મદદ કરે છે. તે અન્ય પ્રવાસીઓને આ પહાડ ચડવાનું પેકેજ ઓફર કરે છે, પરંતુ આ માત્ર પહાડ ચડવા પૂરતું પેકેજ નથી. તે રસ્તામાં પ્રવાસીને હસાવે છે. તેને ઈમોશ્નલી સપોર્ટ આપે છે. ગિફ્ટ્‌સ આપે છે. તેને તાજાં ફળો આપે છે. ગમતી વાતો કરે છે. આ માટે તે ૧૦૦ ડોલર જેટલો ચાર્જ વસૂલે છે અને લોકો આટલો ખર્ચ કરીને હોંશે હોંશે તેની સાથે જાય છે.

૩૦ વર્ષનો એ લાંગ નામનો યુવાન જુદા જુદા કલાકારોનો પોશાક પહેરીને મધ્ય ચીનમાં લોકોને હસાવવાનું કામ કરે છે. તે માત્ર હસાવતો નથી, પરંતુ ફુલ ઈમોશ્નલ એક્સપિરિયન્સ આપે છે. ચીનના સોશિયલ મીડિયામાં આવા યુવાનો પ્રમોશન્સ કરી રહ્યા છે. ચીનના સોશિયલ મીડિયામાં અચાનક આવા પ્રકારની જાહેરાતોનું પ્રમાણ વધી ગયું છે. એક અંદાજ પ્રમાણે ચીનમાં ફીલ-ગુડ અથવા જેને ઈમોશ્નલ વેલ્યૂ કહેવાય છે તેનું માર્કેટ ૪૦૦ અબજ ડોલરને પાર પહોંચી ગયું છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.