Western Times News

Gujarati News

નાગાલેન્ડના સુખોવી વિસ્તાર નજીક અસમ રાઇફલ્સના વાહન પર શંકાસ્પદ IED વિસ્ફોટ થયો

હુમલામાં એક જવાન શહીદ થયો અને ચાર ગંભીર રીતે ઘાયલ થયા. -ઉગ્રવાદીઓએ રસ્તા પર IED ગોઠવ્યું હોવાની આશંકા છે; જવાબદારી કોઈ જૂથે લીધી નથી.

ઘટના બાદ સેના અને પોલીસ દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ થયું, ડ્રોન અને સ્નિફર ડોગ્સની મદદથી જંગલો ઘેરાયા. -આ એક સપ્તાહમાં અસમ રાઇફલ્સ પર થયેલો બીજો મોટો હુમલો છે; અગાઉ મણિપુરમાં બે જવાનો શહીદ થયા હતા.

નવી દિલ્‍હી, નાગાલેન્‍ડના ચુમૌકેદિમા જિલ્‍લામાં આવેલા સુખોવી વિસ્‍તાર નજીક અસમ રાઇફલ્‍સના એક સૈન્‍ય વાહનને નિશાન બનાવીને શંકાસ્‍પદ આઈઈડી વિસ્‍ફોટ કરવામાં આવ્‍યો છે. આ ભયાનક હુમલામાં સેનાના ૧ જવાન વીરગતિ પામ્‍યા છે, જ્‍યારે અન્‍ય ૪ જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ મળ્‍યા છે.

પૂર્વોત્તર ભારતના અશાંત વિસ્‍તારોમાં સુરક્ષા દળોને નિશાન બનાવવાની વધુ એક કાયરતાપૂર્ણ ઘટના સામે આવી છે. નાગાલેન્‍ડના દીમાપુર જિલ્‍લાના એક મહત્‍વપૂર્ણ રેલવે સ્‍ટેશન અને વ્‍યૂહાત્‍મક વિસ્‍તાર ગણાતા સુખોવી નજીક અસમ રાઇફલ્‍સની પેટ્રોલીંગ ગાડી પસાર થઈ રહી હતી ત્‍યારે આ અચાનક ધડાકો થયો હતો.

પ્રારંભિક અહેવાલો મુજબ, ઉગ્રવાદીઓએ રસ્‍તાના કિનારે શંકાસ્‍પદ ઈમ્‍પ્રુવાઈઝ્‍ડ એક્‍સપ્‍લોઝિવ ડિવાઈસ ગોઠવ્‍યો હતો. વિસ્‍ફોટ એટલો શક્‍તિશાળી હતો કે સૈન્‍ય વાહનને મોટું નુકસાન થયું હતું. અકસ્‍માત બાદ તરત જ ઘટનાસ્‍થળે અફડાતફડી મચી ગઈ હતી અને નજીકની ચોકીઓ પરથી વધારાની સૈન્‍ય ટુકડીઓ રવાના કરવામાં આવી હતી.

તમામ ઘાયલ જવાનોને તાત્‍કાલિક અસરથી નજીકની મિલિટરી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા છે, જ્‍યાં નિષ્‍ણાત તબીબોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે. આ કાયરતાપૂર્ણ હુમલાની જવાબદારી હજુ સુધી પૂર્વોત્તરના કોઈ સત્તાવાર ઉગ્રવાદી કે આતંકવાદી સંગઠને લીધી નથી. જો કે, સ્‍થાનિક ગુપ્તચર એજન્‍સીઓ આ વિસ્‍તારમાં સક્રિય પ્રતિબંધિત જૂથોની ભૂમિકાની આશંકા વ્‍યક્‍ત કરી રહી છે.

હુમલાખોરોને પકડી પાડવા માટે સેના અને સ્‍થાનિક પોલીસ દ્વારા સંયુક્‍ત રીતે સુખોવી અને તેની આસપાસના ગાઢ જંગલોને ઘેરી લેવામાં આવ્‍યા છે. આધુનિક ડ્રોન અને સ્‍નિફર ડોગ્‍સની મદદથી મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે જેથી હુમલો કરીને ભાગી છૂટેલા શંકાસ્‍પદ આતંકીઓ સરહદ પાર ન કરી જાય. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્‍તાના જણાવ્‍યા અનુસાર, સમગ્ર ચુમૌકેદિમા વિસ્‍તારમાં નાકાબંધી વધુ મજબૂત કરી દેવામાં આવી છે.

ઉલ્‍લેખનીય છે કે, ઉત્તર-પૂર્વના રાજ્‍યોમાં એક જ સપ્તાહની અંદર અસમ રાઇફલ્‍સના કાફલા પર હુમલાની આ બીજી ગંભીર ઘટના છે. આ પૂર્વે ૬ જુલાઈના રોજ મણિપુરના ઉખરુલ જિલ્‍લામાં પણ શંકાસ્‍પદ આતંકવાદીઓએ ઓચિતો હુમલો કર્યો હતો. તે ઘાતક હુમલામાં અસમ રાઇફલ્‍સની ૪૦મી બટાલિયનના બે બહાદુર જવાનો શહીદ થયા હતા, જેમની ઓળખ વોરંટ ઓફિસર બલવંત સિંહ અને રાઇફલમેન સીએમ સિહ તરીકે થઈ હતી.

મણિપુરની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્‍યાં નાગાલેન્‍ડમાં થયેલા આ નવા બ્‍લાસ્‍ટે સુરક્ષા એજન્‍સીઓની ચિતામાં ધરખમ વધારો કર્યો છે. આ વારંવાર થતા હુમલા દર્શાવે છે કે સીમાપારથી ઓપરેટ કરતા સંગઠનો ફરી એકવાર પૂર્વોત્તરમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કે

ન્‍દ્રીય ગૃહ મંત્રાલય આ મામલે ઉચ્‍ચ સ્‍તરીય બેઠક બોલાવી સુરક્ષા વ્‍યવસ્‍થાની સમીક્ષા કરી શકે છે. સરહદી વિસ્‍તારોમાં ઇન્‍ટેલિજન્‍સ નેટવર્કને વધુ સઘન બનાવવાની અને આઈઈડી ડિટેક્‍શન ટેક્રોલોજી વધારવાની તાતી જરૂરિયાત ઉભી થઈ છે જેથી ભવિષ્‍યમાં આપણા જવાનો સુરક્ષિત રહી શકે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.