દિલ્હીમાં ‘દેખો ત્યાં ઠાર’નો હુકમ છતાં તોફાનો યથાવત
નવી દિલ્હી: એનઆરસીના વિરોધમાં દિલ્હીમાં થઈ રહેલા શાંતિપૂર્ણ દેખાવોએ હિંસક સ્વરૂપ ધારણ કરી લેતા છેલ્લા ત્રણ દિવસથી ઠેરઠેર તોફાનો ફાટી નીકળતા કુલ ૧૭ વ્યક્તિઓના મોત નીપજયા છે તોફાની ટોળાઓએ કરેલા હુમલા, પથ્થરમારા તથા ગોળીબારમાં સંખ્યાબંધ નાગરિકોને ઈજાઓ પહોંચી છે દિલ્હીમાં પરિસ્થિતિ સતત કાબુ બહાર જતાં આખરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તાત્કાલિક દિલ્હી પહોંચી જઈ સંબંધિત વિભાગો સાથે બેઠકો યોજી હતી અને તોફાની તત્વોને દેખો ત્યાંથી ઠારનો હુકમ આપી દીધો હતો તેમ છતાં આજે સવારથી જ દિલ્હીના કેટલાક વિસ્તારોમાં તોફાની તત્વો દ્વારા પથ્થરમારો તથા આગ લગાડતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી ગયા છે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં કરફર્યુ લદાવાની સાથે સાથે ૧૪૪ની કલમ લાગુ કરી દેવામાં આવી છે.
આ ઉપરાંત આજથી તોફાની તત્વોને ઝડપી લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. ગૃહમંત્રીએ તમામ તોફાનીઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપી દેતા આ કાર્યવાહી શરૂ કરાઈ છે. દિલ્હીમાં ઠેરઠેર આયોજનબદ્ધ રીતે ફાટી નીકળેલા તોફાનોના પગલે મોટી માત્રામાં મકાનો અને દુકાનોને આગ ચાંપવામાં આવી છે જેના કારણે કરોડો રૂપિયાનું નુકશાન થયું છે. ચોંકાવનારી બાબત એ છે કે આ તોફાનમાં દિલ્હીના એક હેડ કોન્સ્ટેબલનું પણ મૃત્યુ નીપજયું છે જેના પગલે પોલીસતંત્રમાં પણ ભારે રોષ જાવા મળી રહયો છે. ગઈકાલે થયેલા તોફાનમાં ૬૦થી વધુ વ્યક્તિઓને ઈજાઓ થઈ છે જયારે ૧૦થી વધુની હાલત ખૂબ જ ગંભીર હોવાનું મનાઈ રહયું છે. ગઈકાલે મોડીરાત સુધી દિલ્હીની સ્થિતિ અંગે કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા બેઠકો યોજવામાં આવી હતી અને તેમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે
તે મુજબ તોફાનીઓને દેખો ત્યાં ઠાર ના આદેશો આપી દેવાયા છે આ ઉપરાંત પોલીસ અધિકારીઓ દ્વારા તોફાનના વિડિયો કુટેજ ચેક કરવામાં આવી રહયા છે અને આ વીડિયોમાં દેખાતા તોફાની તત્વોને ઝડપી લેવા માટે ખાસ ટીમો બનાવવામાં આવી છે. દિલ્હીમાં આયોજનબદ્ધ રીતે થયેલા તોફાનોના પગલે કેટલાક વિસ્તારોમાં સશ† જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે તેમ છતાં તોફાની તત્વો દ્વારા આજે સવારથી જ ઠેરઠેર પથ્થરમારો શરૂ કરવામાં આવતા પોલીસ અધિકારીઓએ ત્વરીત કામગીરી શરૂ કરી દીધી છે
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ ગઈકાલે કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા અને આ બેઠકમાં તોફાનને કાબુમાં લેવા માટે એક યોજના ઘડી કાઢવામાં આવી હતી કેજરીવાલે નાગરિકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી હતી બીજીબાજુ ગૃહમંત્રી અમિત શાહે ગૃહવિભાગના અધિકારીઓ સાથે બેઠકોનો દોર ચાલુ રાખ્યો હતો.