નોલેજ ડીસસેમીનેશન થ્રુ ડીસ્ટન્સ લર્નીગ યોજના અંતર્ગત ખેડૂત તાલીમ શિબિર યોજાઇ

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી હેઠળ ચાલતી “નોલેજ ડીસેમીનેશન થ્રુ ડીસ્ટન્સ લર્નીગ યોજના અંતર્ગત ખેડૂત તાલીમ શિબિર’’ નું આયોજન સાબરકાંઠા જિલ્લાના ભિલોડા તાલુકાના મઉછાપરા ગામ ખાતે તા.૨૫/૦૨/૨૦૨૦ અનેવેજપુર ગામ ખાતે તા.૨૬/૦૨/૨૦૨૦ના રોજ કેન્દ્ર બહારની ખેડૂત તાલીમ શિબિર યોજાઇ હતી. તેમાં કુલ મળી ૧૩૦ ખેડૂત ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો.
તાલીમમાં મદદનીશ પ્રાધ્યાપકશ્રી એસ.એમ.પટેલે વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી દ્વારા કૃષિ યુનિવર્સીટીની કામગીરી અંગે ટુંકમાં સમજ આપી હતી. ખેતીમા ઓછા ખર્ચે વધુ ઉત્પાદન તેમજ પાણીના કાર્યક્ષમ ઉપયોગ અને ખેડુતોની આવક બમણી કરવા અંગે ખેડૂતોને માહિતી આપી હતી.
ખેડબ્રહ્મા કૃષિ પોલીટેકનીક સહ પ્રાધ્યાપકશ્રી ર્ડા. જે. આર. પટેલ દ્વારા મકાઈ-કપાસની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અને રોગ જીવાત નિયંત્રણ વિશે માર્ગદર્શન આપ્યુ હતું. વધુમાં આ યોજનામાં કામગીરી કરતા શ્રી કેતન ઠાકોર, એસ.આર.એફ. દ્વારા ઘઉંની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ તેમની સાથે શ્રી તેજસ લિમ્બાચિયાએ તાલીમમાં હાજર રહેલ ખેડૂત ભાઈ-બહેનોની નોંધણી કરેલ અને તાલીમના અંતે આભાર વિધિ કરેલ. વધુમા ખેડૂતોના ફિલ્ડ ઉપર જઈને પણ ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ કરવમાં આવ્યું હતું. તેમ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીએ જણાવ્યું છે.