Western Times News

Gujarati News

નાના ચિલોડા પાસે પોલીસ ઉપર હુમલો

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં કથળેલી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ  વચ્ચે પોલીસતંત્ર એલર્ટ થયું છે અને શહેરભરમાં સઘન પેટ્રોલીંગ શરૂ કરવામાં આવ્યું છે જેના પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે આ દરમિયાનમાં શહેરના નરોડા પાટિયા આગળ નાના ચિલોડા રોડ પર છેલ્લા ઘણા સમયથી રીક્ષામાં અનૈતિક પ્રવૃતિઓ ચાલતી હોવાની સંખ્યાબંધ ફરિયાદો મળતા પોલીસ દ્વારા પેટ્રોલીંગ શરૂ કરવામાં આવ્યું હતું.


આ દરમિયાનમાં ગઈકાલે રાત્રે પોલીસની સી ટીમ ઉપર કેટલાક શખ્સોએ હુમલો કરી પોલીસની ગાડીઓના કાચ ફોડી નાંખતા અરાજકતા ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને તોફાનીઓને ઝડપી લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં પોલીસની નિષ્ક્રિયતાના કારણે ખુલ્લેઆમ કેટલીક શટલ રીક્ષાઓમાં લુંટારુઓ અને તસ્કરો ફરી રહયા છે જેના પરિણામે પ્રવાસીઓના કિંમતી સામાનની ચોરી અને લુંટ કરવામાં આવી રહી છે આ પરિÂસ્થતિમાં શહેરના છેવાડાના વિસ્તારોમાં ખુલ્લેઆમ શટલ રીક્ષાઓમાં અનૈતિક પ્રવૃતિઓ ચાલતી હોવાની ફરિયાદો મળવા લાગી હતી.
અમદાવાદ શહેરના આવા વિસ્તારોમાં પોલીસનું કોઈ ચેકિંગ નહી હોવાથી શટલ રીક્ષાઓમાં અસામાજિક તત્વો ફરતા હોવાથી તેનો ભોગ નાગરિકો બની રહયા છે છેલ્લા કેટલાક સમયથી શહેરના નરોડાથી નાના ચિલોડા સુધીના નાના રસ્તા પર આવી સંખ્યાબંધ ફરિયાદો મળી હતી આ ફરિયાદોના આધારે પોલીસની સી ટીમ ગઈકાલે સાંજે નાના ચિલોડા પેટ્રોલીંગમાં હતી.

પોલીસની ટીમને જાતા જ કેટલાક શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને નકલી પોલીસ હોવાનો આક્ષેપ કરી તોડ કરવા માટે આવ્યા હોવાનું જણાવી સી ટીમ ઉપર ટોળાએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલા પોલીસ તથા સ્થાનિક કેટલાક શખ્સો વચ્ચે બોલાચાલી થતાં લોકોનું ટોળુ ભેગુ થઈ ગયું હતું અને આ પરિસ્થિતિનો  લાભ અસામાજિક તત્વોએ ઉઠાવ્યો હતો.

ગણતરીની મીનીટોમાં જ નાના ચિલોડા પાસે આવેલા રીંગરોડ પરના પેટ્રોલપંપ નજીક મામલો બિચક્યો હતો કેટલાક શખ્સોએ મહિલા પોલીસ ઉપર હુમલો કરવાનો પ્રયાસ કરતા નાસભાગ મચી ગઈ હતી આ દરમિયાનમાં કેટલાક શખ્સોએ પથ્થરો મારતા પોલીસ વાનનો કાચ પણ તૂટી ગયો હતો આ દરમિયાનમાં ઉચ્ચ અધિકારીઓ પહોંચી ગયા હતા.
પોલીસની વધુ ટીમો આવી પહોંચતા તોફાની ટોળુ ભાગી છુટયુ હતું પરંતુ એક શખ્સને પોલીસે ઝડપી લીધો હોવાનું જાણવા મળી રહયું છે આ ઘટના બાદ પણ પોલીસની સી ટીમ આ વિસ્તારમાં પેટ્રોલીંગ કરવા લાગી હતી આ રસ્તા પર કેટલીક રીક્ષાઓમાં ખુલ્લેઆમ અસામાજિક પ્રવૃતિઓ થઈ રહી હોવાથી પોલીસની સી ટીમ સતર્ક બની ગઈ હતી.

એક વખત હુમલાનો પ્રયાસ છતાં મહિલા પોલીસ દ્વારા આ રસ્તા પર પેટ્રોલીંગ ચાલુ રાખવામાં આવતા રાત્રિ દરમિયાન એક રીક્ષાને મહિલા સી ટીમે અટકાવી હતી આ દરમિયાનમાં રીક્ષા ચાલકે મહિલા પોલીસ સાથે બોલાચાલી કરી હુમલાનો પ્રયાસ કર્યો હતો આ સમયે પણ ટોળુ એકત્ર થઈ ગયું હતું અને સમગ્ર રસ્તા પર ભારે હોબાળો મચી ગયો હતો. થોડા સમય પહેલા પણ પોલીસની સી ટીમ પર પથ્થરમારો થયો હતો અને ત્યારબાદ ફરી એક વખત સી ટીમ ઉપર હુમલાનો પ્રયાસ કરવામાં આવતા પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા હતાં.

લોકોનું મોટુ ટોળુ એકત્ર થઈ જતાં તાત્કાલિક ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી આ દરમિયાનમાં એકત્ર થયેલા ટોળાએ સી ટીમ ઉપર પથ્થરમારો શરૂ કરી દીધો હતો જેના પરિણામે નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફરી એક વખત ઉચ્ચ અધિકારીઓ પોલીસના કાફલા સાથે આવી પહોંચ્યા હતા પરંતુ આ વખતે ટોળુ વધુ તોફાની બન્યું હતું પોલીસ અધિકારીઓની વધુ ગાડીઓ આવી પહોંચતા ટોળાએ તેના ઉપર પણ પથ્થરમારો શરૂ કરતા અધીકારીઓ વધુ સતર્ક બન્યા હતા. પથ્થરમારામાં પોલીસની વધુ ગાડીઓના કાચ તુટયા હતાં પોલીસની સી ટીમને તોફાની બનેલા ટોળામાંથી હેમખેમ બહાર કાઢવામાં આવી હતી.

પોલીસ ઉપર ગણતરીની મીનીટોમાં જ બીજી વખત હુમલો કરવામાં આવતા ઉચ્ચ અધિકારીઓ ચોંકી ઉઠયા છે આ રસ્તા પર ચાલતી અનૈતિક પ્રવૃતિને ડામી દેવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક બેઠક યોજાઈ હતી બીજીબાજુ નાના ચિલોડા રીંગરોડ પર તોફાની બનેલા ટોળાને વિખેરવા માટે આખરે પોલીસ અધિકારીઓએ બળપ્રયોગ અપનાવ્યો હતો જેના પરિણામે તોફાની ટોળુ ભાગી છુટયું હતું સી ટીમના હેડ કોન્સ્ટેબલ હરિતાબેને આ અંગે ફરિયાદ નોંધાવતા નરોડા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.