લક્ષ્મી વિલાસ બેન્કે ‘વિઝા સિગ્નેચર કાર્ડ’ લોન્ચ કર્યું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/02/LVB.jpg)
ચેન્નાઇ, લક્ષ્મી વિલાસ બેન્કે અદ્યતન પ્રોડક્ટ વીઝા સિગ્નેચર કાર્ડ લોન્ચ કર્યું છે. સિગ્નેચર કાર્ડને લક્ષ્મી વિલાસ બેન્કના ઇન્ટરિમ એમડી અને સીઇઓ શ્રી એસ સુંદર તથા એલવીબી કોર્પોરેટ ઓફીસ, ચેન્નાઇ ખાતેના સિનિયર એક્ઝિક્યુટિવ્સે લોન્ચ કર્યું હતું. સિંગલ સિગ્નેચર ડેબિટ કાર્ડ એલવીબી ક્રાઉન અને રિટેલ કસ્ટમર્સ ઉપરાંત તમામ નવાં શોપિંગ અનુભવ કરનારા ગ્રાહકોને ડિસ્કાઉન્ટ્સ અને અન્ય લાભો આપી શકશે.
ડિલ્સ ઉપરાંત ડિસ્કાઉન્ટ્સ અને લાભો ઉપરાંત આ કાર્ડમાં અન્ય એડ-ઓન ફિચર્સ જેવાં કે 24 કલાકમાં રિપ્લેસમેન્ટ કાર્ડની ડિલિવરી તથા જૂના કાર્ડની તાત્કાલિક કેન્સલેશન ફેસેલિટી પણ હશે. તે ઉપરાંત વિશ્વભરની કેશ ડિસબર્સમેન્ટ એજન્સીઓ મારફત કેશ ઉપલબ્ધીનું નેટવર્ક તેમજ ફોન ઉપર કે ઓનલાઇન મારફત વિશ્વના કોઇપણ ખૂણેથી ગમે ત્યારે વીઝા કન્સિએર્જ સર્વિસિસ પણ મળી રહેશે. વીઝા સિગ્નેચર કાર્ડને વિશ્વભરના લાખ્ખો મર્ચન્ટ આઉટલેટ્સ તેમજ 19 લાખ એટીએમ લોકેશન્સ ઉપર સ્વીકાર મળશે.
વીઝા સિગ્નેચર કાર્ડ હોલ્ડર્સ માટે ડેઇલી એટીએમ કેશ વિડ્રોલ લિમિટ બે લાખ સુધીની રહેશે. (*શરતોને આધિન). તે ઉપરાંત તેઓ સંખ્યાબંધ ડિલ્સ, ડિસ્કાઉન્ટ્સ અને અન્ય લાભો પણ રોજે રોજ વીઝા સિગ્નેચર કાર્ડ ઉપર મેળવી શકશે. વધુમાં લિમિટેડ એડિશન તરીકે લક્ષ્મી વિલાસ બેન્ક સિગ્નેચર કાર્ડ હોલ્ડર્સને વધારાની લોન્જ એક્સેસ અને પર્સનલ એક્સિડેન્ટ ઇન્સ્યોરન્સ પણ ઓફર કરે છે. વેલ્યૂ એડિશન અને ડિસ્કાઉન્ટ ઉપરાંત એલવીબી વીઝા સિગ્નેચર કાર્ડ તેના ગ્રાહકોને વૈશ્વિક માન્યતા, મર્ચન્ટ્સ દ્રારા સ્વીકૃતિ અને વધુ ખર્ચ કરનારાઓ માટે ઉંચા રિવોર્ડ્સ પણ ઓફર કરશે.