Western Times News

Gujarati News

પિરામલ ગ્લાસે જંબુસર પ્લાન્ટનું વિસ્તરણ કરવા માટે  રૂ. 300 કરોડ (42 મિલિયન ડોલર)નું રોકાણ કરશે

 26 ફેબ્રુઆરી, 2020, જંબુસર, ભારત: હાઈ-એન્ડ કોસ્મેટિક્સ એન્ડ પર્ફ્યુમરી, સ્પેશિયાલ્ટી ફૂડ એન્ડ બેવરેજ તથા ફાર્માસ્યુટિલ ઉદ્યોગો માટે આકર્ષક ગ્લાસ પેકેજિંગ સોલ્યુશન્સના ડિઝાઇન, ઉત્પાદન અને ડેકોરેશનમાં આંતરરાષ્ટ્રીય સ્પેશિયાલિસ્ટ પિરામલ ગ્લાસ લિમિટેડ (પીજીએલ)એ આજે ભારતનાં ગુજરાતનાં જંબુસરમાં એના ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટમાં રૂ. 300 કરોડ (42 મિલિયન ડોલર)નું રોકાણ કરવાની જાહેરાત કરી હતી.

વિસ્તરણ યોજનામાં 300,000 ચોરસ ફીટ પ્લાન્ટમાં 7 નવી ઉત્પાદન લાઇન સાથે 1 નવી ફર્નેસ સામેલ છે, જે મુખ્યત્વે હાઈ-એન્ડ સ્પેશિયાલ્ટી સ્પિરિટ, ફૂડ એન્ડ બેવરેજ તથા ફાર્માસ્યુટિકલ બજારોને સેવા આપશે, જેમાંથી એશિયા, યુરોપમાં દેશોમાં અને અમેરિકામાં નિકાસ થશે. પિરામલ ગ્લાસ અમેરિકામાં એના પ્લાન્ટમાંથી હાઈ-એન્ડ સ્પેશિયાલ્ટી સ્પિરિટ્સની સેવા આપે છે. આ ટોપ-ઓફ-ધ-લાઇન સુવિધા એશિયામાં પ્રથમ પ્રકારનો હશે, કારણ કે હાઈ-એન્ડ વોટર બોટલ, સ્પિરિટ બોટલ અને ફૂડ પેકેજિંગ માટેની જરૂરિયાત વધી રહી છે.

 પિરામલ ગ્લાસ ભારત, શ્રીલંકા અને અમેરિકામાં એના 4 ઉત્પાદન પ્લાન્ટ અને કેટલાંક ડેકોરેશન પ્લાન્ટ સાથે કામગીરી કરે છે, જેનું આંતરરાષ્ટ્રીય વેચાણ રૂ. 2,500 કરોડ (356 મિલિયન ડોલર) છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પીજીએલ 12 ફર્નેસ અને 63 પ્રોડક્શન લાઇનમાંથી દરરોજ 1435 ટન ગ્લાસનું ઉત્પાદન ધરાવે છે. એના વેચાણનો 40 ટકા હિસ્સો હાઇ-એન્ડ કોસ્મેટિક્સ એન્ડ પર્ફ્યુમરી બજારનો,, 37 ટકા હિસ્સો સ્પેશિયાલ્ટી સ્પિરિટ્સ બજારનો અને 23 ટકા હિસ્સો ફાર્માસ્યુટિકલ બજારનો છે.

 જંબુસર પ્લાન્ટ 3 ફર્નેસ અને 23 ઉત્પાદન લાઇન ધરાવે છે તેમજ દરરોજ 540 ટન ગ્લાસનું ઉત્પાદન કરે છે. અત્યારે એમાં 2130 લોકો કામ કરે છે અને આ વિસ્તરણ સાથે વધુ 700 લોકોને સીધી રોજગારી મળશે.

 આ રોકાણ પર પિરામલ ગ્લાસનાં વાઇસ ચેરમેન શ્રી વિજય શાહે કહ્યું હતું કે, અમને ભારતનાં ગુજરાતમાં જંબુસરમાં પ્લાન્ટનાં વિસ્તરણની જાહેરાત કરવાની ખુશી છે. એનાથી અમે એશિયા, યુરોપ અને અમેરિકામાં અમારા પ્રીમિયમ ગ્રાહકોને હાઈ-એન્ડ સ્પેશિયાલ્ટી સ્પિરિટ્સ અને ફૂડ એન્ડ બેવરેજ ઇન્ડસ્ટ્રીઝમાં ઇનોવેટિવ, મૂલ્ય સંવર્ધિત ગ્લાસ પેકેજિંગ ઓફર કરવા સક્ષમ બનીશું. આ વર્લ્ડ-ક્લાસ પ્લાન્ટ ડિજિટલ ઉત્પાદનનાં સિદ્ધાંતોમાં અદ્યતન ટેકનોલોજી સાથે સજ્જ છે, જે વિસ્તારમાં રોજગારીની તકો ઊભી કરશે.

 પિરામલ ગ્લાસનો ઉદ્દેશ લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરીને સ્પેશિયાલ્ટી વેલ્યુ એડેડ ગ્લાસ પેકેજિંગ પ્રદાન કરીને ઉત્પાદનનું મૂલ્ય વધારવાનો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.