દિલ્હી હિંસા: મૃતકોની સંખ્યા વધી 36 થઈઃ વધુ બે મૃતદેહ નાળામાંથી મળ્યા

નવી દિલ્હી, ઉત્તર પૂર્વ દિલ્હીમાં થયેલી હિંસામાં મોતને ભેટનારા લોકોનો આંકડો 36 પર પહોંચ્યો છે. ગુરુવારે ગગનપુરી વિસ્તારના નાળામાંથી વધુ બે મૃતદેહો મળી આવ્યા હતા. બુધવારે આ જ રીતે નાળામાંથી આઈબીના કોન્સ્ટેબલ અંકિત શર્માની લાશ મળી હતી. તોફાનગ્રસ્ત વિસ્તારોમાં હજી પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે.બુધવારે રાતે પણ હિંસાની એકલ દોકલ ઘટનાઓ બહાર આવી હતી. જ્યોતિનગરમાં એક ટેમ્પો અને એક બાઈક સળગાવવામાં આવી હતી.
દિલ્હીના જે વિસ્તારો જાફરાબાદ, મોજપુર, ચાંદબાગ, ગોકુલપુરીમાં તોફાનો થયા હતા ત્યાં શાંતિ તો છે પણ ભયનો માહોલ યથાવત છે. મોટાભાગની દુકાનો બંધ છે. હિંસા પ્રભાવિત વિસ્તારોમાં પોલીસ ફ્લેગ માર્ચ કરી રહી છે. આ વિસ્તારોમાં મોટી સંખ્યામાં સુરક્ષદાળો તૈનાત કરાયા છે. ફાયર બ્રિગેડને બુધવારની રાતે આગ ચંપીના 19 કોલ મળ્યા હતા.