Western Times News

Gujarati News

ગેસ સિલિન્ડરની કિંમતમાં અંતે ૫૬ રૂપિયાનો ઘટાડો

પ્રતિકાત્મક

નવીદિલ્હી: સબસિડી વગરના એલપીજી સિલિન્ડરની કિંમતમાં આખરે ઘટાડો કરવામાં આવ્યો છે. આની સાથે જ છ મહિનાના ગાળા બાદ લોકોને આખરે રાહત થઇ છે. સતત છ મહિના સુધી ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો થયા બાદ હવે ઘટાડો થયો છે. મહાનગરમાં ગેસ સિલિન્ડરની કિંમત ૫૬ રૂપિયા સુધી ઘટી છે. ગયા વર્ષે ઓગસ્ટ મહિના બાદથી મોંઘવારીના દોર વચ્ચે ગેસ સિલિન્ડરની કિંમતમાં સતત વધારો કરવામાં આવી રહ્યો હતો.


૧૨મી ફેબ્રુઆરીના દિવસે ગેસ સિલિન્ડરની કિંમતમાં એકાએક ૧૪૪ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો જેને લઇને જારદાર હોબાળો થઇ ગયો હતો. હવે આખરે લોકોને રાહત આપવામાં આવી છે. ઓગસ્ટ ૨૦૧૯ બાદ ગેસ સિલિન્ડરની કિંમતમાં પ્રથમ વખત ઘટાડો કરવામાં આવ્યો છે.

ઓગસ્ટ ૨૦૧૯થી જાન્યુઆરી ૨૦૨૦ના ગાળામાં સતત છ વખત કિંમતો વધારવામાં આવી હતી જેના લીધે ગેસ સિલિન્ડરની કિંમતમાં ઉલ્લેખનીયરીતે વધારો થયો હતો. આઈઓસીની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ માહિતી મુજબ દિલ્હીમાં ૧૪.૨ કિલોગ્રામ વાળા સિલિન્ડરની કિંમત ૮૦૫.૫૦ રૂપિયા થઇ ગઇ છે. કોલકાતામાં તેની કિંમત ૮૩૯.૫૦ રૂપિયા થઇ છે. આવી જ રીતે મુંબઈમાં કિંમત ૭૭૬.૫૦ રૂપિયા થઇ છે. ચેન્નાઈમાં ગેસ સિલિન્ડરની કિંમત ૮૨૬ રૂપિયા થઇ છે. મોંઘવારી ચરમસીમા પર છે

ત્યારે ૧૨મી ફેબ્રુઆરીના દિવસે ગેસ સિલિન્ડરની કિંમતમાં એકાએક ૧૪૪ રૂપિયાનો વધારો કરવામાં આવ્યા બાદ દેશભરમાં લોકોમાં નારાજગીનું મોજુ ફરી વળ્યું હતું. ભાવ વધારાને લઇને લોકો જાહેર રસ્તા પર આવ્યા હતા. ખાસ કરીને મહિલાઓની મોટી સંખ્યા વિરોધ પ્રદર્શન કરવા માટે બહાર નિકળી હતી. જારદાર વિરોધ પ્રદર્શન થયા બાદ ટૂંકા ગાળામાં જ ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.