એન્ટોની વેસ્ટ હેન્ડલિંગે વારાણસી મ્યુનિ. સોલિડ વેસ્ટ કલેક્શન એન્ડ ટ્રાન્સપોર્ટેશન પ્રોજેક્ટ મેળવ્યો
વર્ષ 2019માં 3 નવા પ્રોજેક્ટ પૂણે-પિમ્પરી-ચિંચવાડ, નાગપુર અને નોઇડા પ્રોજેક્ટ મેળવ્યાં
એન્ટોની વેસ્ટ હેન્ડલિંગ સેલ લિમિટેડ (“કંપની”)એ એની પેટાકંપની એજી એન્વાયરો ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ અને સંયુક્ત સાહસનાં પાર્ટનર્સને વારાણસી પ્રોજેક્ટ માટેનાં ટેન્ડર માટે (H1) (ક્યુસીબીએસ માર્કિંગ હેઠળ) જાહેર કરવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ (એમએસડબલ્યુ)નું ડોર-ટૂ-ડોર કલેક્શન અને પરિવહન સેવા તથા અન્ય સેવાઓ સંકળાયેલી છે. અન્ય સેવાઓમાં શૌચાલયની સાફસફાઈ, મિકેનિકલ રોડ સ્વીપિંગ અને સીએન્ડડી વેસ્ટનું કલેક્શન અને પરિવહન સામેલ છે.
આ અંગેની જાણકારી ધરાવતા સૂત્રએ જાણકારી આપી હતી કે, વાટાઘાટ દરમિયાન સંમત વાણિજ્યિક સંમતિ મુજબ વારાણસી મ્યુનિસિપલ કોર્પોરેશન આગામી અઠવાડિયામાં ઔપચારિક લેટર ઓફ ઇન્ટેન્ટ (એલઓઆઇ) ઇશ્યૂ કરી શકે છે. પ્રાઇઝ બિડ 7 ફેબ્રુઆરી, 2020નાં રોજ ખુલી હતી અને બિડ ઇવેલ્યુએશન કમિટી ટેન્ડરનું મૂલ્યાંકન કર્યું છે તથા બિડ ઓફરો અને બિડ મૂલ્યાંકન સમિતિ બિડર્સનાં ટેકનિકલ/ફાઇનાન્શિયલ સ્કોરને આધારે એની પ્રક્રિયાઓને અંતિમ ઓપ આપ્યો છે. સૂત્રોનાં જણાવ્યા મુજબ, કોન્ટ્રાક્ટ અને બિડ સબમિટ કરવાથી કંપનીને વધારાની રૂ. 55 કરોડની આવક તરફ દોરી જશે.
કંપનીને વર્ષ 2019માં 3 નવા પ્રોજેક્ટ (પૂણે પિમ્પરી-ચિંચવાડ, નાગપુર અને નોઇડા) પછી વારાણસી પ્રોજેક્ટ મળ્યો છે. મુંબઈમાં શરૂઆત કરીને કંપનીએ દિલ્હી, જયપુર, ગુરુગ્રામ, ગ્રેટર નોઇડા, અમૃતસર, મેંગલોર, નવી મુંબઈ, થાણે અને નાગપુર જેવા વિવિધ શહેરોમાં જુદાં જુદાં પ્રોજેક્ટ હાથ ધર્યા છે.
1 જાન્યુઆરી, 2020 સુધી 25થી વધારે પ્રોજેક્ટ હાથ ધરનારી અને એમાંથી 17 પ્રોજેક્ટ પર કામ કરતી કંપની મ્યુનિસિપાલિટીઓ તેમજ ખાનગી કંપનીઓ માટે મોટા પ્રોજેક્ટનું સંચાલન કરવા સંસાધનો સાથે સજ્જ સંપૂર્ણ સર્વિસ પ્રોવાઇડરનો ઉત્કૃષ્ટ ટ્રેક-રેકોર્ડ ધરાવે છે. 1 જાન્યુઆરી, 2020નાં રોજ એના હાલ ચાલુ 17 પ્રોજેક્ટના પોર્ટફોલિયોમાં 11 એમએસડબલ્યુ સીએન્ડટી પ્રોજેક્ટ, બે એમએસડબલ્યુ પ્રોસેસિંગ (જેમાં ડબલ્યુટીઇ) પ્રોજેક્ટ અને ચાર મિકેનાઇઝ સ્વીપિંગ પ્રોજેક્ટ સામેલ છે.
આ તમામ 17 ચાલુ પ્રોજેક્ટમાંથી આવક થવાનું શરૂ થયું છે. અત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ ગ્રેટર મુંબઈ (“એમસીજીએમ”), નવી મુંબઈ કોર્પોરેશન, થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન, પિમ્પરી ચિંચવાડ મ્યુનિસિપલ કોર્પોરેશન, નોર્થ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન, મેંગલોર મ્યુનિસિપલ કોર્પોરેશન, ન્યૂ ઓખલા ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ ઓથોરિટી, નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગ્રેટર નોઇડા ઇન્ડસ્ટ્રિયલ ઓથોરિટી માટે કંપની કામ કરે છે. હાલ કંપનીએ જેપી ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ માટે પણ એક પ્રોજેક્ટ હાથ ધર્યો છે. અગાઉ કંપનીએ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી, મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુરગાંવ, ઉલ્હાસનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, અમૃતસર મ્યુનિસિપલ કોર્પોરેશન, કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન અને જયપુર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે પણ પ્રોજેક્ટ હાથ ધર્યા હતા.
‘એન્ટોની’ ગ્રૂપ વિવિધ વ્યવસાયોમાં કાર્યરત છે, જેમાં ઓટોમોટિવ બોડી-બિલ્ડિંગ અને આનુષંગિક ઉદ્યોગો સામેલ છે. કંપની ભારતી એમએસડબલ્યુ (“મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ”) મેનેજમેન્ટ ઉદ્યોગમાં ટોચની પાંચ કંપનીઓ પૈકીની એક છે, જે 17 વર્ષનો સ્થાપિત ટ્રેક રેકોર્ડ ધરાવે છે, જે એમએસએડબલ્યુની તમામ સેવાઓ પૂરી પાડે છે, જેમાં આખા દેશમાં સોલિડ વેસ્ટ કલેક્શન, પરિવહન, પ્રોસેસિંગ અને નિકાલ સેવાઓ સામેલ છે.
કંપની મુખ્યત્વે ભારતીય મ્યુનિસિપાલિટીઓને સેવા આપે છે. આ એમએસડબલ્યુ કલેક્શન અને પરિવહન ક્ષેત્રમાં પથપ્રદર્શક કેટલીક કંપનીઓ પૈકીની એક છે. વળી કંપની લેન્ડફિલ કન્સ્ટ્રક્શન અને મેનેજમેન્ટ સેક્ટરમાં અગ્રણી કંપનીઓ પૈકીની એક છે, જે લેન્ડફિલ નિર્માણ અને એના મેનેજમેન્ટ માટે ઇન-હાઉસ કુશળતા ધરાવે છે. કંપની ભારતમાં વિકસતાં એમએસડબલ્યુ મેનેજમેન્ટ ક્ષેત્રમાં પણ કામ કરે છે, જે વેસ્ટ ટૂ એનર્જી (“ડબલ્યુટીઇ”) (કચરામાંથી ઊર્જા) પેદા કરે છે (સ્ત્રોતઃ ફ્રોસ્ટ એન્ડ સુલિવન રિપોર્ટ).
કંપની મુખ્યત્વે આ કામગીરીઓ હાથ ધરે છેઃ (1) એમએસડબલ્યુ કલેક્શન એન્ડ ટ્રાન્સપોર્ટેશન (સીએન્ડટી) પ્રોજેક્ટ, જેમાં કોમ્પેક્ટર્સ, ડમ્પર પ્લેસર્સ અને ટિપર્સ જેવા મુખ્ય કલેક્શન વાહનો દ્વારા નિયુક્ત વિસ્તારમાંથી ઘર, ઝૂંપડપટ્ટીઓ, વ્યાવસાયિક સંકુલો અને અન્ય બલ્ક જનરેટર્સ (કમ્યુનિટી બિન્સ)માંથી એમએસડબલ્યુનું ડોર ટૂ ડોર કલેક્શન કરવું અને આ સામગ્રીઓને પ્રોસેસિંગ સુવિધા, ટ્રાન્સફર સ્ટેશન કે લેન્ડફિલ ડિસ્પોઝલ સાઇટ સુધી પહોંચાડવી; (2) એમએસડબલ્યુ પ્રોસેસિંગ પ્રોજેક્ટ, જેમાં એમએસડબલ્યુ સીએન્ડટીમાંથી પ્રાપ્ત કચરાનું વર્ગીકરણ અને વિભાજન કરવું, ત્યારબાદ કમ્પોસ્ટિંગ, રિસાઇકલિંગ, શ્રેડિંગ અને જરૂરિયાત મુજબ આરડીએફમાં કમ્પ્રેસ્સિંગ કરવું; અને (3) સ્વીપિંગ પ્રોજેક્ટનું મિકેનાઇઝેશન, જેમાં પાવર સ્વીપિંગ મશીનો, મેનપાવર, વિસ્તૃત જાળવણી, ઉપભોગની ચીજવસ્તુઓ, કચરા અને અન્ય ચીજવસ્તુઓનો સુરક્ષિત નિકાલ કરીને નિયુક્ત વિસ્તારોમાંથી સ્વચ્છતાની કામગીરી પૂર્ણ કરવાનું કાર્ય સંકળાયેલું છે. આ કામ કંપની પોતે અને/અથવા એની પેટાકંપનીઓ કરે છે.
ભારતમાં સેનિટરી લેન્ડફિલ (સ્વચ્છતા સાથે જમીનમાં કચરો દાટવાનું કામ) લાંબા ગાળાની તક ધરાવે છે. લેન્ડફિલને 1 મિલિયનથી વધારે વસ્તી ધરાવતા શહેરો માટે ઘન કચરાનાં સંપૂર્ણ વ્યવસ્થાપનમાં આવશ્યક ઘટક તરીકે જોવાય છે. મુંબઈમાં કંજુરમાર્ગ સાઇટ ભારતમાં વૈજ્ઞાનિક રીતે લેન્ડફિલ કરવાની ઊડીને આંખે વળગે એવી સફળતા બયાન કરે છે.
આ એશિયામાં એક જ જગ્યાએ વેસ્ટ પ્રોસેસિંગનો સૌથી મોટો પ્લાન્ટ ધરાવતા લોકેશન પૈકીનું એક છે. (સ્રોતઃ ફ્રોસ્ટ એન્ડ સુલિવન રિપોર્ટ). કંપનીને નામાકીય વર્ષ 2009-10માં એમસીજીએમ દ્વારા કંજુરમાર્ગ લેન્ડફિલ પ્રોજેક્ટ મળ્યો હતો. આ પ્રોજેક્ટમાં ડીબીઓઓટીને આધારે સંપૂર્ણ ઘન કચરાનું વ્યવસ્થાપન કરવાની ડિઝાઇન, નિર્માણ, સંચાલન અને જાળવણીની કામગીરી સંકળાયેલી છે.
આ કામગીરી એન્ટોની લારા એન્વાયરો સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ (“એએલઇએસપીએલ”) હાથ ધરે છે, જે કંપની અને લારા સેન્ટ્રલ દા ટ્રેટામેન્ટો દા રેસિડયુઓસ લિમિટેડનું સંયુક્ત સાહસ છે. 31 ડિસેમ્બર, 2019નાં રોજ સાઇટ બાયો-રિએક્ટર લેન્ડફિલ ધરાવે છે, જેની ક્ષમતા 4,000 ટીપીડીની છે અને સેનિટરી લેન્ડફિલની ક્ષમતા 250 ટીપીડીની છે. ઉપરાંત સાઇટ 1,000 ટીપીડીની ક્ષમતા સાથે સામગ્રીની રિકવરી અને કમ્પોસ્ટ સુવિધા પણ ધરાવે છે. 31 ડિસેમ્બર, 2019નાં રોજ કંપનીએ નાણાકીય વર્ષ 2009-10 પછી અત્યાર સુધી કંજુરમાર્ગ સાઇટ પર અંદાજે 6.16 મિલિયન મેટ્રિક ટન કચરાનું પ્રોસેસિંગ કર્યું હતું. ઉપરાંત 31 ડિસેમ્બર, 2019 સુધી એની પેટાકંપની એએલઇએસપીએલ વર્ષ 2014 પછી અત્યાર સુધી કંજુરમાર્ગ સુવિધામાં 0.4 મેગાવોટનો લેન્ડફિલ ગેસ-ટૂ-એનર્જી પ્લાન્ટ ઓપરેટ કરે છે, જેને 1.37 મેગાવોટ સુધી અપગ્રેડ કરવામાં આવ્યો છે. અહીં ઉત્પન્ન થતી વીજળીનો ઉપયોગ આંતરિક વપરાશ માટે થાય છે.
કંપની પ્રમોટર્સ દ્વારા સંચાલિત છે, જે દરેક સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ઉદ્યોગમાં 19 વર્ષથી વધારે સમયનો બહોળો અનુભવ ધરાવે છે તથા લાયકાત ધરાવતી પ્રતિબદ્ધ ટીમ ધરાવે છે. પ્રમોટર્સ જોઝ જેકોબ કલ્લારાકલ અને શિજુ જેકોબ કલ્લારાકલ કંપની સાથે એની સ્થાપનાથી જોડાયેલા છે અને તેમણે વ્યવસાયનાં વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. કંપની 1 જાન્યુઆરી, 2020 સુધી કુલ 1,089 વાહનોનો કાફલો અને 6,579 ફૂલ-ટાઇમ કર્મચારીઓ ધરાવતી હતી. કંપનીને ફ્રોસ્ટ એન્ડ સુલિવન પાસેથી “મ્યુનિસિપલ વેસ્ટ મેનેજમેન્ટ માર્કેટ લીડરશિપ એવોર્ડ 2009” અને કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ્સ માટે “સર્ટિફિકેટ ઓફ એક્સલન્સ-2013” મળ્યું હતું.