Western Times News

Gujarati News

કેરળની સરકારી કોલેજોમાં ‘ભારત અમારો દેશ નથી’ ના પોસ્ટર્સ લાગ્યા

તિરુવનંતપુરમ, દિલ્હીમાં સાંપ્રદાયિક હિંસાની અસર હવે દક્ષિણના રાજય કેરળમાં જોવા મળી છે. અહિંની કેટલીક સરકારી કોલેજોમાં ભારત વિરોધી વિવાદાસ્પદ પોસ્ટરો લગાવ્યા હોવાની ઘટના સામે આવતા પોલીસ સક્રિય બની છે. પોલીસના જણાવ્યા મુજબ કોલેજોની દીવાલ પર પોસ્ટર્સ લગાવવામાં આવ્યા હતા જેમાં લખ્યુ હતું કે ‘ભારત અમારો દેશ નથી.’ આ લખાણ સાથેના પોસ્ટરો કેરળની સરકારી કોલેજોમાં ચોંટાડવામાં આવ્યા છે. આ પોસ્ટર્સ નીચે સ્ટૂડેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાનું નામ લખવામાં આવ્યું હતું.

જોકે ફેડરેશને આ પોસ્ટર લગાવ્યા હોવાનો ઇનકાર કર્યો હતો.  આ પોસ્ટર્સ પર મલયાલમ ભાષામાં લખવામાં  આવ્યું હતું કે ‘ભારત અમારો દેશ નથી. આ દુષ્ટ લોકો અમારા ભાઇ-બહેન નથી. આ પ્રકારના દેશને અમે પ્રેમ નથી કરતા અને વર્તમાન પરિસ્થિતિ માટે અમને કોઇ ગર્વ નથી. અમને આ પ્રકારના માહોલ અને આવા આતંકી સાથે રહેવામાં શરમ આવે છે.’ રાજય પોલીસે એકટ ૧૫૩ હેઠળ કેસ નોંધી તપાસ હાથ ધરી છે. આ પોસ્ટર્સ લગાવવાની ઘટનાને દિલ્હીની હિંસા સાથે જોડવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.