Western Times News

Gujarati News

ગુનેગારોને સપોર્ટ કરે છે સિસ્ટમ: નિર્ભયાની માતા

નવી દિલ્હીઃ એકવાર ફરી નિર્ભયા કેસના દોષીતોની ફાંસી ટળી ગઈ છે. નિર્ભયા માટે ન્યાયનો ઇંતજાર થોડો વધુ વધી ગયો છે. પરંતુ નિર્ભયાના માતા આશા દેવીએ કહ્યું કે, તેમણે હાર માની નથી અને દોષીતોને ફાંસી થયા સુધી લડશે.

દોષી પવનની દયા અરજી રાષ્ટ્રપતિની સામે પેન્ડિંગ હોવાને કારણે પટિયાલા હાઉસ કોર્ટે સોમવારે ફાંસીની સજા પર આગામી આદેશ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. કોર્ટના નિર્ણય બાદ આશા દેવીએ સિસ્ટમની ખામી પર સવાલ ઉઠાવ્યા હતા. સાથે તેમણે કહ્યું કે, અમે હાર માની નથી.

આશા દેવીએ કહ્યું, ‘કોર્ટ પોતાના જ આદેશના પાલનમાં આટલો સમય કેમ લઈ રહી છે? વારંવાર ફાંસીની સજાને ટાળવી આપણી સિસ્ટમની અસફળતા દર્શાવે છે. આપણી સિસ્ટમ ગુનેગારોને સપોર્ટ કરે છે.’ તેમણે હારતો નથી માની? આ સવાલના જવાબમાં નિર્ભયાના માતાએ કહ્યું કે, તેમણે હાર માની નથી અને જ્યાં સુધી દોષી ફાંસીના માચડે લટકી જશે નહીં ત્યાં સુધી પડતા રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.