Western Times News

Gujarati News

કોર્પોરેશન કચેરીમાં રથયાત્રાનું ભવ્ય સ્વાગત

રાજય સરકાર અને કોર્પોરેશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહયા :  મહંત દિલીપદાસજી મહારાજને શુભેચ્છા પાઠવવામાં આવી

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરના જાણીતા જગન્નાથ મંદિરમાંથી સવારે રથયાત્રા પ્રસ્થાન થતાં જ સમગ્ર શહેર જગન્નાથમય બની ગયું છે રથયાત્રા મ્યુનિ. કોર્પો. કચેરીએ પહોંચી ત્યારે મેયર તથા પદાધિકારીઓએ અને સરકારના પ્રતિનિધિઓએ પુજા અર્ચના કરી રથયાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું આ ઉપરાંત મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને પણ શુભેચ્છાઓ પાઠવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભગવાન જગન્નાથજીની ૧૪રમી રથયાત્રા સાથે સાથે મંદિરના મહંત દિલીપદાસજી પણ નગરયાત્રાએ ખુલ્લી જીપમાં નીકળી ભક્તોને દર્શન આપી રહ્યા છે નીજ મંદીરથી શરૂ થયેલ આ રથયાત્રા જમાલપુર, રાયખડ, ખમાસાથી પસાર થઈ હતી ત્યારે રસ્તાઓ ઉપર કીડીયારુ ઉભરાય તેટલા તથા બારી-અટારીમાંથી દર્શન માટે આતુર હજારોની સંખ્યામાં મુસ્લિમ ભાઈ-બહેનો જાવા મળ્યા હતા.

રસ્તામાં ઠેરઠેર મહંતશ્રીનું ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે અત્યાર સુધીમાં ૧ લાખથી વધુ લોકોએ જગન્નાથજીના દર્શન કર્યા અને ધન્યતા અનુભવી સવારે ૧૦ વાગે રથયાત્રામાં શણગારેલી ટ્રકો તથા ગજરાજા રાયપુર- ખાડીયામાં આવ્યા ત્યારે ભક્તોના ઉત્સાહે માઝા મુકી. રસ્તા પર ભુલકાઓથી માંડી અબાલ-વૃધ્ધો ભગવાનના દર્શન કરવા મીટ માંડી રહ્યા હતા રાયપુર ચકલામાં તો ભક્તોનું ઘોડાપુર જાવા મળતુ હતું ખાડીયામાં રથો આવી પહોંચતા ભક્તજનોના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

રથયાત્રાનો પ્રવાહ જેમજેમ આગળ વધતો ગયો તેમ તેમ નગરજનો ભક્તિભાવવિભોર બનતા જાવા મળતા હતા. બરોબર ૧૦.૩૦ કલાકે રથ મ્યુ. કોર્પોરેશન આવી પહોંચ્યા હતા મ્યુ. કોર્પોરેશનના આજુબાજુના વિસ્તારના લોકો ઉત્સાહ તથા ભાવથી ભગવાનના દૃશન કરતા તથા ભક્તો ભકિતમાં લીન થતા જાવા મળતા હતા.

મ્યુ. કોર્પોરેશનના પરિસરમાં શણગારેલા શમિયાણામાં મહંત દિલીપદાસજીનું મેયર બીજલબેન પટેલ, સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન અતુલ ભટ્ટ, કાઉન્સીલરો તથા મ્યુ. કમિશ્નર સહિત અનેક અધિકારીઓએ ભાવભીનું સ્વાગત કરી આર્શિવાદ મેળવ્યા હતા.

જગન્નાથજી ભગવાનનો રથ મ્યુ. કોર્પોરેશનના પ્રવેશદ્વાર પર આવી પહોંચતા મેયર બીજલ પટેલ સહિત અનેક અધિકારીઓએ પૂજા- અર્ચના કરી હતી. રથયાત્રા કોર્પોરેશનમાં પહોંચી ત્યારે સમગ્ર સંકુલ જગન્નાથજીના જયઘોષથી ગુંજી ઉઠયું હતું આ પ્રસંગે તમામ કોમના આગેવાનો ઉપસ્થિતિમાં ભગવાન જગન્નાથજીના ભવ્ય સ્વાગત બાદ રથયાત્રા કોર્પોરેશનથી આગળ વધી હતી અને સરસપુર જવા રવાના થઈ હતી. મ્યુનિ. કોર્પો. કચેરીમાં મંદિરના મહંત દિલીપદાસજી મહારાજનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને મોમેન્ટો અર્પણ કરાયું હતું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.