Western Times News

Gujarati News

ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા

 

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પહિંદ વિધિ કર્યા બાદ રથયાત્રાનું પ્રસ્થાન કરાવાયું

(પ્રતિનિધિ) અમદાવાદ :  અષાઢી બીજના આજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજી, મોટાભાઈ બલરામજી અને બહેન સુભદ્રા સાથે નાગરિકોને દર્શન આપવા તેમના દ્વારે પહોંચવા માટે નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે સવારે પહિંદ વિધિ બાદ ભગવાનને રથ પર બિરાજમાન કરવામાં આવ્યા હતા આ અદ્‌ભુત દ્રશ્ય નિહાળી શ્રધ્ધાળુઓ ભાવવિભોર બની ગયા હતા મેઘરાજાએ પણ હેત વરસાવીને ભગવાનનું સ્વાગત કર્યું હતું અને રથયાત્રાના પ્રસ્થાન સાથે જ માર્ગો જય રણછોડ… માખણ ચોર… ના નાદથી ગુંજવા લાગ્યા છે.

સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં રાતભર ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા અને વહેલી સવારે મગળાની આરતીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ભાગ લીધો હતો અને ત્યારબાદ રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પહિંદવિધિ કર્યા બાદ ભગવાનને રથ પર બિરાજમાન કરવામાં આવ્યા હતાં.

wwww
રથયાત્રામાં શણગારેલા ગજરાજ અને શણગારેલી ટ્રકો તથા અખાડાઓ આકર્ષણનું કેન્દ્ર બની રહયા છે વહેલી સવારથી જ ભગવાનના દર્શન કરવા માટે રથયાત્રાના માર્ગ પર લાખો શ્રધ્ધાળુઓ ઉમટી પડયા છે કોમી એખલાસના વાતાવરણ વચ્ચે રથયાત્રાનું પ્રસ્થાન થયા બાદ મ્યુનિ. કોર્પો. કચેરીમાં પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

રથયાત્રા આગળ વધતા જ શ્રધ્ધાળુઓએ ભગવાનના દર્શન કરવા અને પ્રસાદ મેળવવા ભારે પડાપડી કરી હતી ત્યારે બીજીબાજુ મોસાળ સરસપુરમાં લાખો શ્રધ્ધાળુઓને મહાપ્રસાદ પીરસવા માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.

શહેરના માર્ગો જય રણછોડ.. માખણ ચોર..ના નાદથી ગુંજી ઉઠ્યા ઃ સમગ્ર શહેર જગન્નાથમય બન્યું

અષાઢી બીજના આજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજી શહેરની નગરચર્યાએ નીકળ્યા છે મંદિરમાં રાતભર યોજાયેલા કાર્યક્રમ બાદ સવારે મંદિરના પ્રાંગણમાં અને બહાર હજ્જારો શ્રધ્ધાળુઓ ભગવાનના દર્શન કરવા માટે ભારે ઉત્સાહિત બન્યા હતા પરંપરાગત પહિંદ વિધિ બાદ ભગવાનને રથ પર બિરાજમાન કરવામાં આવ્યા હતા અને રથયાત્રાનું પ્રસ્થાન કરાવાયું હતું.

રથયાત્રાના પ્રસ્થાન સાથે જ સમગ્ર શહેર જગન્નાથમય બની ગયું છે. વહેલી સવારથી જ ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે લાખો શ્રધ્ધાળુઓ ઉમટી પડયા છે રથયાત્રામાં સમગ્ર રૂટ પર તથા સંવેદનશીલ વિસ્તારોમાં સશ† જવાનોને તૈનાત કરી દેવાયા છે અને પોલીસના ચાંપતા બંદોબસ્ત વચ્ચે રથયાત્રા આગળ વધી રહી છે

મંદિરથી પ્રસ્થાન થયા બાદ માર્ગમાં ઠેરઠેર ભગવાન જગન્નાથજીનું આદર પૂર્વક અને ભક્તિભાવ પૂર્વક સ્વાગત કરવામાં આવી રહયું છે આ ઉપરાંત અનેક સ્થળોએ કોમી એખલાસના દ્રશ્યો સર્જાયા છે. રથયાત્રાના રૂટ પર શ્રધ્ધાળુઓ માટે પાણીની પરબો પણ બનાવવામાં આવી છે.
શહેરમાં યોજાયેલી ૧૪રમી રથયાત્રાના પ્રારંભ પૂર્વે સવારે યોજાયેલી મગળા આરતીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા ખાસ હાજર રહયા હતા અને ત્યારબાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પહિંદ વિધિ કરાવી હતી રથયાત્રામાં શણગારેલા ૧૬ ગજરાજા આકર્ષણનું કેન્દ્ર બની રહયા છે આ ઉપરાંત ૩૦ અખાડાઓ રથયાત્રામાં જાડાયા છે.

અખાડીયનો અંગ કસરતો કરી લોકોને મંત્રમુગ્ધ કરી રહયા છે આ ઉપરાંત ૧૦૧ ટ્રકો શણગારેલી રથયાત્રામાં જાડાઈ છે જેમાં ભગવાન જગન્નાથજી, મોટાભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીની પ્રતિમાઓ સાથેની ટ્રકોએ ભારે આકર્ષણ જમાવ્યું છે આ ઉપરાંત હાલમાં ચાલી રહેલા વર્લ્ડ કપમાં ભારત સેમી ફાઈનલમાં પ્રવેશી ચુકયુ છે તેથી એક ટ્રકમાં ભારતીય ક્રિકેટરો સાથેની પ્રતિકૃતિ રજુ કરવામાં આવી છે આ ટ્રક પણ આકર્ષણનું કેન્દ્ર બની છે આ ઉપરાંત અન્ય ટ્રકોમાં પણ ભારતીય સંસ્કૃતિની ઝાંખી રજુ કરવામાં આવી છે. શહેરના રાજમાર્ગો ઉપર નિયત કરેલા રૂટ પર પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ થતાં જ શ્રધ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જાવા મળી રહયો છે ભગવાન જગન્નાથજીના દર્શન કરી શ્રધ્ધાળુઓ ભાવ વિભોર બની ગયા હતા અને રાજમાર્ગો જય રણછોડ… માખણ ચોર…, મંદીરમાં કોણ છે રાજા રણછોડ છે ના નાંદથી ગુંજવા લાગ્યા હતાં.

મંદિરમાંથી પ્રસ્થાન થયા બાદ રથયાત્રા મ્યુનિ. કોર્પો.ના કોઠા પર પહોંચી ત્યારે પરંપરાગત રીતે રાજય સરકારના અગ્રણીઓ તથા મ્યુનિ. કોર્પો.ના અગ્રણીઓએ ભગવાનનું સ્વાગત કરી મંદિરના મહંત દિલીપદાસજીને પણ શુભ કામનાઓ પાઠવી હતી. રથયાત્રા દરમિયાન  ભાવિભક્તોને પ્રસાદનું વિતરણ કરવામાં આવી રહયું છે આ માટે ૩૦ હજાર કિલો મગ, પ૦૦ કિલો જાંબુ, ૩૦૦ કિલો કેરી સહિતના ફળોનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે જેનુ વિતરણ કરવામાં આવતુ હતું.

ભગવાન જગન્નાથજીની રથયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે અને સમગ્ર શહેર જગન્નાથમય બની ગયું છે ત્યારે ભગવાનના મોસાળ સરસપુરમાં પણ ભગવાનને આવકારવા માટે સ્થાનિક નાગરિકોમાં અનેરો ઉત્સાહ જાવા મળી રહયો છે. સરસપુરની ૧૮ જેટલી પોળોમાં રથયાત્રામાં જાડાયેલા ર૦૦૦ થી વધુ સાધુ સંતો અને લાખો શ્રધ્ધાળુઓને મહાપ્રસાદ પીરસવામાં આવે છે.

આ માટેની તમામ તૈયારીઓ ગઈકાલ રાત્રે જ પૂર્ણ કરી દેવામાં આવી હતી સરસપુરમાં ભગવાન જગન્નાથજીને ભવ્ય મોસાળુ પણ કરવામાં આવે છે મામેરા માટે પણ સરસપુર મંદિરમાં ભારે ઉત્સાહનું વાતાવરણ જાવા મળી રહયું છે.

ભગવાન જગન્નાથજી, મોટાભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીના ત્રણેય રથોને પરંપરાગત રીતે ખલાસીઓ ખેંચતા હોય છે આ વખતે પણ ૧ર૦૦થી વધુ ખલાસીઓ તેમાં જાડાયા છે સવારે મુખ્યમંત્રીએ પહિંદ વિધિ કર્યાં બાદ ભગવાનને રથ પર બિરાજમાન કરવામાં આવ્યા ત્યારે વહેલી સવારે મેઘરાજાએ હેત વરસાવ્યું હતું અને અમિ છાંટણા વચ્ચે રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. બપોરે સરસપુરમાં વિરામ લીધા બાદ મોડી સાંજે રથયાત્રા નીજ મંદિરે પરત ફરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.