૪ થી ૬ માર્ચ દરમિયાન ટાગોર હોલ ખાતે શહેરીજનો ગાંધીજી પરની ફિલ્મો નિ:શુલ્ક માણી શકશે
ફિલ્મ સમારોહ નિદેશાલય દ્વારા ‘ગાંધી’, ‘લગે રહો મુન્નાભાઈ’, ‘હેલ્લારો’ ‘ધ મેકિંગ ઓફ મહાત્મા’ અને ‘આઈ.એમ. કલામ’ ફિલ્મો દર્શાવાશે
ભારત સરકારના સુચના અને પ્રસારણ મંત્રાલય દિલ્હી હેઠળ કાર્યરત ફિલ્મ સમારોહ નિદેશાલય દ્વારા દેશમાં ઉજવાઈ રહેલ ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિના ઉપલક્ષમાં શહેરીજનો માટે પાલડીના ટાગોર હોલ ખાતે તારીખ ૪ થી ૬ માર્ચ દરમિયાન ગાંધીજી પરની ફિલ્મો નિ:શુલ્ક દર્શાવવામાં આવશે.
તા. ૪ ના રોજ સવારે ૧૨ કલાકે ગાંધી ફિલ્મથી તેની શરૂઆત થશે. તા. ૫ ના રોજ સવારે ૯:૦૦ કલાકે ‘લગે રહો મુન્નાભાઈ બપોરે’, ૧૨:૦૦ વાગ્યે ‘હેલ્લારો’ તા. ૬ ના રોજ સવારે ૦૯:૦૦ વાગે ‘ધ મેકિંગ ઓફ મહાત્મા’, બપોરે ૧૨:૦૦ કલાકે ‘આઇ. એમ. કલામ’ ફિલ્મ દર્શાવવામાં આવશે.
ફિલ્મ સમારોહ નિદેશાલય દિલ્હી દ્વારા આયોજિત આ ત્રિ-દિવસીય ફિલ્મ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગેની માહિતી આપવા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં અમદાવાદ કલેક્ટર શ્રી કે.કે. નિરાલાએ કહ્યું કે, ફિલ્મો સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યોને સુંદર કરનારું માધ્યમ છે તેમણે વધુમાં જણાવ્યું કે, ગાંધીજી વિશેની ફિલ્મ દ્વારા નગરજનોને સ્વતંત્રતા સંગ્રામથી વાકેફ થશે, તે સમયે કેવી સ્થિતિ હતી તેની જાણકારી પણ નવી પેઢી ને મળશે.
ફિલ્મ મહોત્સવમાં નિર્દેશિત થનાર ફિલ્મો દ્વારા નવી પેઢીમાં દેશ યુનિવર્સિટીના વિચારોમાં પરિવર્તન લાવવા સક્ષમ વિષય-વસ્તુ ધરાવે છે ત્યારે વધુ ને વધુ બાળકો-વિદ્યાર્થિઓ તેનો લાભ લે તેવી અપીલ તેમણે કરી હતી.