ધો.૧૦-૧૨ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ : પરીક્ષાર્થીઓને કુમકુમ તિલક અને ગુલાબના ફૂલ આપી શુભેચ્છાઓ પાઠવી
બાયડ માં આજરોજ શ્રી એન એચ.શાહ હાઈસ્કુલ તથા શ્રી સારસ્વત હાઇસ્કુલ માં ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા શરૂ થઈ ગઈ છે ત્યારે પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓ ને શાળા શાળા પરિવાર તરફથી કુમકુમ તિલક કરી ગોળથી મોઢું મીઠું કરાવીને ગુલાબનું ફૂલ આપીને વિદ્યાર્થીઓ શાંતિથી પરીક્ષા આપે તેવી શુભેચ્છા પાઠવી હતી વિદ્યાર્થીઓને આચાર્યશ્રી તથા શિક્ષક સ્ટાફ મિત્રો દ્વારા તમામ વિદ્યાર્થીઓને તેઓ શાંત ચિત્તે પરીક્ષા આપી નિર્ધારિત સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.
જિલ્લા તંત્ર દ્વારા આ બોર્ડ પરીક્ષાને લઈ પોલીસ, આરોગ્ય, વિજળી અને એસટી વિભાગના અધિકારીઓને તમામ પરીક્ષા સ્થળોએ વિભાગ સંલગ્ન જરૂરી સેવાઓ ઉપલબ્ધ રહે અને જિલ્લામાં કયાંય કોઈપણ પરીક્ષાર્થીને પરેશાની વેઠવાનો વારો ન આવે તેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી હતી
જીલ્લા શિક્ષણાધિકારી ગાયત્રી પટેલના જણાવ્યા અનુસાર આજે જિલ્લામાં ધો.10 અને 12 ના કુલ 41 પરીક્ષા કેનદ્રો ની 107 બીલ્ડીંગો ના 1378 બ્લોકમાં 34730 પરીક્ષાર્થીઓ શાંતી અને સલામતી ભર્યા માહોલમાં સ્વસ્થ મને પરીક્ષા આપી શકે તેવી તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે.અને આજે પરીક્ષાના પ્રથમ દિવસે તમામ પરીક્ષા સ્થળો ઉપર પરીક્ષા આપવા આવનાર પરીક્ષાર્થીઓનું કુમકુમ તિલક કરી મોં મીંઠુ કરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવશે.
જિલ્લા આરોગ્ય વિભાગના અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.કૌશલ પટેલ ના જણાવ્યા અનુસાર આજથી શરુ થયેલા ધો.૧૦ અને ધો.૧૨ ની યોજાયેલ પરીક્ષા સ્થળો એ આરોગ્ય ની ટીમો તૈનાત કરવામાં આવી છે પરીક્ષાર્થીઓની આરોગ્ય વિષયક ચકાસણી કરાશે અને જરૂર જણાય પરીક્ષાર્થીને માસ્ક પૂરા પડાશે.