Western Times News

Gujarati News

હળવદ માર્કેટ યાર્ડનુ પ્રેરણા દાયક કાર્યઃ ૨૫૦૦ પરીક્ષાર્થીઓને પરીક્ષા દરમ્યાન વિના મૂલ્યે ભોજન સુવિધા

(જીજ્ઞેશ રાવલ દ્રારા)હળવદ: આશરે ૪૫ વિઘામા પથરાયેલુ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી હળવદ,સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ માહેનુ એક વિકસીત અને પ્રગતિશીલ માર્કેટ યાર્ડ છે.સાથોસાથ ખેડૂતો તેમજ આમ પ્રજાને સુવિધાઓ પુરી પાડવામા પણ અગ્રેસર રહયુ છે.શૌચાલય તથા પાણીની પૂરતી વ્યવસ્થા સાથે ૧૮૯ શોપ કમ ગોડાઉન અને વરસાદી વાતાવરણમા પણ ૨૫૦૦૦ મણ જેટલી જણસી હરરાજી થઈ શકે એવા વિશાળ શેડ ,ખેડૂતલક્ષી તમામ સાધનો જેવા કે પાવડા-કોદાળી,ખાતર,બિયારણ,દવા તથા ખેતલક્ષી તમામ ઓજારો વ્યાજબી ભાવે એક જગ્યા એ ઉપલબ્ધ કરાવતુ કિશાન એગ્રો મોલ,૨૪ કલાક એબ્યુલન્સ સુવિધા,૨૪ કલાક ત્રણ વે-બ્રીજ સેવા,જમીન પૃથ્થુકરણ પ્રયોગશાળા સાથે મહત્વની સેવા ગણી શકાય તેવુ “ખેડૂત ભોજનાલય” છે,

જેમા દરેક ખેડૂતને દરરોજ ફકત રુ.૪૦મા શુધ્ધ,સાત્વીક,ભરપેટ ભોજન પણ આપવામ આવે છે.જે ખેડૂત ભોજનાલયનો લાભ ગત વર્ષની માફક આ વર્ષે પણ આજથી શરૂ થયેલ ધો.૧૦ અને ધો.૧૨ના બોર્ડના વિધાર્થીઓ અને વાલીને વિના મૂલ્યે ભોજન દ્રારા મળનાર છે.

આ અંગે માહિતી આપતા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી મહેશભાઈ પટેલે જણાવ્યુ હતુ કે,ગત તેમજ ચાલૂ વર્ષે માર્કેટીંગ યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલ તેમજ બોર્ડ ઓફ ડીરેકટર્સની મિટીંગમા લેવાયેલા નિર્ણય મુજબ,હળવદ ખાતે સમગ્ર તાલુકામાથી આશરે ૨૫૦૦ જેટલા વિધાર્થીઓ તેમજ વાલીઓ બોર્ડની પરીક્ષા અર્થે હળવદ આવતા હોય છે,તો રીસીપ્ટ સાથે લઈને આવનાર વિધાર્થી સાથે એક વાલીને પણ યાર્ડના ખેડૂત ભોજનાલયમા વિના મૂલ્યે ભોજનની સુવિધા પૂરી પાડવી,જેના પગલે આજરોજ પ્રથમ દિવસે જ લગભગ ૧૫૦ જેટલા વિધ્યાર્થી તેમજ વાલીઓ એ આ સુવિધાનો ખુશાલી સાથે માર્કેટીંગ યાર્ડના અભિગમની મુક્ત મન સાથે પ્રશંસા કરી લાભ લીધો હતો,જયારે સમાજમાથી પણ આ સુવિધાને લઈ લોકો ચોમેર પ્રશંસા કરતા જણાય રહ્યા છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.