Western Times News

Gujarati News

પૃથ્વીરાજના શુટિંગમાં માનુષી છિલ્લર ખુબ જ વ્યસ્ત

મુંબઇ, પૂર્વ મીસ વર્લ્ડ માનુષી છિલ્લર બોલિવુડમાં ધડાકા સાથે એન્ટ્રી કરવા જઇ રહી છે. તે તેની કેરિયરની પ્રથમ ફિલ્મ હવે કરવા જઇ રહી છે. આના માટે તે શુટિંગમાં વ્યસ્ત બની ચુકી છે. માનુષી છિલ્લર ઐતિહાસિક પટકથા પર આધારિત ફિલ્મ પૃથ્વીરાજમાં કામ કરી રહી છે. ફિલ્મમાં તેની સાથે અક્ષય કુમાર નજરે પડનાર છે. અક્ષય કુમાર ફિલ્મમાં પૃથ્વીરાજના રોલમાં નજરે પડનાર છે. જ્યારે માનુષી પ્રેમિકા સંયોગિતાના રોલમાં નજરે પડનાર છે. ફિલ્મને આદિત્ય ચોપડા પ્રોડ્યુસ કરી રહ્યા છે. હાલમાં જ માનુષીએ કહ્યુ હતુ કે જેમ જેમ તે મોટી થઇ છે તેમ તેમ ઇતિહાસ અને ભવ્ય રાજ્યોના ઇતિહાસ અંગે માહિતી મેળવી લેવામાં રસ રહ્યો હતો. તેનુ કહેવુ છે કે અમર રહેલા ઐતિહાસિક પાત્રોને લઇને પણ તે ખુબ રસ ધરાવે છે. તેનુ કહેવુ છે કે તે હમેંસાથી જ પૃથ્વીરાજ અને સંયોગિતાની વાર્તાને લઇને રસ રહ્યો છે.

ફિલ્મમાં કામ કરવા માટે જ્યારે તેને ઓફર કરવામાં આવી ત્યારે તેને લાગ્યુ કે તેનુ એક સપનુ સાચુ થવા જઇ રહ્યુછે. તે ફિલ્મમાં ખુબસુરત રાજપુત રાજકુમારીના રોલમાં નજરે પડનાર છે. તે આ રોલ કરીને પોતાના પર ગર્વ અનુભવ કરી રહી છે. માનુષીનુ કહેવુ છે કે જ્યારે તેને પટકથા કહેવામાં આવી ત્યારે તે ખુબ જ રોમાંચિત થઇ ગઇ હતી. તેની પ્રથમ ફિલ્મ જ મોટા બેનર અને મોટા સ્ટાર સાથે હોવાથી તે વધારે ખુશ દેખાઇ રહી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ચોંક્કસપણે કમાલ કરનાર છે. અક્ષય આજની તારીખમાં પણ સૌથી વ્યસ્ત રહેલા અભિનેતા પૈકી એક તરીકે છે. તેની પાસે સતત સારી અને મોટી ફિલ્મોની ઓફર આવી રહી છે. તેને પટકથા એટલી હદ સુધી પસંદ પડી હતી કે તે આ ફિલ્મમાં કામ કરવાને લઇન ઇન્કાર કરી શકી ન હતી. ફિલ્મને લઇને તે આશાવાદી છે. ફિલ્મના શુટિંગને લઇને પણ તે રોમાંચિત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.