ભરૂચના ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં નિર્માણ પામેલા ફૂટપાથો ઈંટો, રેતી, કપચીના વેપારીઓ માટે બન્યા વ્યવસાયોના સાધન
ભોલાવ ગ્રામ પંચાયત ની હદમાં ફૂટપાથ ઉપર કેબીન લગાવવા માટે માસિક હપ્તો ઉધરાવનાર પંચાયતનો સભ્ય કોણ? : ભરૂચ નગર પાલિકાએ સ્વચ્છતા અંગે ના પેન્ટીંગ કરાવ્યા તેજ ફૂટપાથ ગંદકી થી ખદબદતા.
જાહેરમાર્ગો ઉપર ઈંટો,રેતી ના વ્યવસાય થી ડમરીઓ ઉડવાના કારણે વાહનચાલકો અકસ્માત નો ભોગ બન્યા મજબુર
ભરૂચ: ભરૂચ માં દબાણ દૂર કરવાની કામગીરી માત્ર ફોટા પડાવવા માટે જ થતી હોય છે.ભરૂચ ના ભોલાવ ગ્રામ પંચાયત ની હદ માં આવેલ જ્યોતિ નગર થી કોલેજ રોડ સુધી બનાવવામાં આવેલા ફૂટપાથ વ્યવસાયકારો માટે કમાણી નું આશ્રય સ્થાન બની રહ્યુ હોય તેમ ઈંટો,રેતી,કપચી ના વ્યવસાયો થી ડમરીઓ ઉડવાના કારણે વાહનચાલકો માટે અકસ્માત ઝોન બની રહ્યા છે.જો કે ફૂટપાથ ઉપર વ્યવસાય કરનારા માસિક ચુકવણું કરતા હોવાની વાત સામે આવતા ભોલાવ ગ્રામ પંચાયત ના કેટલાક લોકો મલાઈ ચાંટી રહ્યા હોવાની બૂમ ઉઠી રહી છે.
ભરૂચ ની ભોલાવ ગ્રામ પંચાયત હંમેશા વાદ વિવાદ માં રહેતી હોય છે અને ભ્રષ્ટચાર માં પણ હંમેશા વિવાદ માં સપડાતી આવી છે.તાજેતર માં જ સરપંચ સામે અવિશ્વાસ ની દરખાસ્ત સભ્યો એ લાવી વિવાદ સર્જ્યો હતો.ત્યારે ભરૂચ ના ભોલાવ ગ્રામ પંચાયત ની હદ માં લાખો રૂપિયા ના ખર્ચે નિર્માણ પામેલા ફૂટપાથો વ્યવસાયકારો માટે કમાણી ના સાધનો બની ગયા છે.
નવનિર્માણ પામેલા ફૂટપાથો ઉપર ઈંટો,રેતી અને કપચી ના ખડકલા કરી મોટા પાયે જાહેર માં વ્યવસાય કરી રહ્યા છે.પરંતુ ઈંટો,રેતી અને કપચી માંથી ઊડતી ડમરીઓ ટુ વહીલર વાહનચાલકો ની આંખો માં લાગવાના કારણે કેટલાક વાહનચાલકો સ્ટેયરીંગ ઉપર નો કાબુ ગુમાવી અકસ્માત નો ભોગ પણ બની રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ભોલાવ ગ્રામ પંચાયત ની હદ માં આવેલ જ્યોતિ નગર થી કોલેજ રોડ સુધી ના ફૂટપાથ
ઉપર ગેર કાયદેસર કેબિનો મુકાવી ને પણ માસિક રૂપિયા ઉધરાવાઈ રહ્યા હોવાની બૂમો ઉઠી રહી છે.ત્યારે માસિક જે રૂપિયા ઉઘરવાઈ રહ્યા છે તે ભોલાવ ગ્રામ પંચાયત ની તિજોરી માં જાય છે એક પછી ભોલાવ પંચાયત ના ભ્રષ્ટાચારી સભ્યો ના ખિસ્સા માં જાય છે તે એક ચર્ચાનો વિષય બની ગયો છે.
જો ભોલાવ ગ્રામ પંચાયત ના અધિકારીઓ અને પદાધિકારીઓ દુધે ધોયેલા હોય તો ફૂટપાથ ઉપર મુકવામાં આવેલા લારી ગલ્લા તથા ઈંટો,રેતી અને કપચી ના ઢગલાઓ દૂર કરાઈ છે.જો દૂર ન થાય તો સમજી લેવું કે ભ્રષ્ટાચારીઓ ની મિલીભગત થી ગ્રામ પાંચયતે બનાવેલા ફૂટપાથ ઉપર ગેરકાયદેસર વ્યવસાયો ધમધમી રહ્યા છે.