Western Times News

Gujarati News

ઘરફોડ કરતી ઘરઘાટી ગેંગ (ડુંગરપુર) ને પકડવામાં આવી – કુલ 07 ઘરફોડ ડિટેકટ કરવામાં આવી

DCP ઝોન ૭ ની ટીમે પણ ગણતરીના દિવસોમાં જ વધુ એક ચોરને ઝડપી પાડયો

તાજેતરમાં થયેલ 8,50,000 ની મોટી ઘરફોડ સહિત ચોરી ના ગુનાઓ શોધવા પોલીસ ની વિવિધ ટીમો કાર્યરત હતી. ત્યારે સોલા પોલીસનો સ્ટાફ જેમાં .ASI અમીતભાઈ રણછોડભાઈ , PC અજીતસંગ નારસંગ, PC પ્રફુલભાઈ છેલાભાઈ તથા PC માધુભાઈ પોલાભાઈ નાઓએ સંયુક્ત મહેનતથી આશરે 4.5 કિમી રૂટ ના અંદાજે 71 CCTV ચેક કરી સાથોસાથ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી સાત આરોપીઓને મુદામાલ સાથે પકડી લીધા છે.

આરોપીઓમાં ૧) ટીકેન્દ્ર ઉર્ફે કિશન સ/ઓ લક્ષ્મણ મેઘજી મીણા ઉ.વ.૨૧ રહે. ખોડીયાર નગર, ભરવાડના મકાનમાં, મલાવ તળાવના છાપરા, થલતેજ, અમદાવાદ મૂળ ગામ. રામા, પંચાયત ગોર, તા.આશપુર, જી,ડુંગરપુર રાજસ્થાન ૨) કૈલાષ સ/ઓ લાલુરામજી ભીમરામજી કલાસવા ઉ.વ.૨૦ રહે.રહે. ગામ. મહમદપુરા, કર્ણાવતી ક્લબની પાછળ, સરખેજ, અમદાવાદ મૂળ ગામ. લાઉવા, પો.સ્ટે. ઝલારા તા.સલૂમ્બર જી,ઉદયપુર રાજસ્થાન ૩) અશોક સ/ઓ ગાગજી અમરાજી મીણા ઉ.વ.૧૯ રહે.રહે.

ખોડીયાર નગર, ભરવાડના મકાનમાં, મલાવ તળાવના છાપરા, થલતેજ, અમદાવાદ મૂળ ગામ. ધોલપનકા ગુડા, પો.સ્ટે. બડીવીરવા તા.સલૂમ્બર જી,ઉદયપુર રાજસ્થાન ૪) પ્રકાશ રોડાજી મીણા ઉ.વ.૨૧ રહે.ખોડીયારનગર ભરવાડના મકાનમાં, મલાવ તળાવના છાપરા, થલતેજ, અમદાવાદ મૂળ ગામ. ધોલપાનકા કુડા, પો.સ્ટે. વિરવા તા.સલૂમ્બર જી.ઉદયપુર રાજસ્થાન ૫) ભગવતીલાલ ઉર્ફે ભાવેશ સ/ઓ વેલાજી કચરાજી મીણા ઉ.વ.૧૯ રહે.રહે. ગામ. મહમદપુરા, કર્ણાવતી ક્લબની પાછળ, સરખેજ, અમદાવાદ મૂળ ગામ. નયાગાવ, પો.સ્ટે. ઝલારા તા.સલૂમ્બર જી,ઉદયપુર રાજસ્થાન ૬) રમેશ સ/ઓ પ્રથાજી ડાહ્યાજી મીણા ઉ.વ.૨૩ રહે.મ.નં.૧, (ઘરઘાટી) ગ્રાઉન્ડ ફ્લોર, વિશ્વકેતૂ ટાવર, જજીસ બંગલ, સેટેલાઇટ, અમદાવાદ મૂળ ગામ. બામણીયા પો.સ્ટે. ઝલારા તા.સલૂમ્બર જી,ઉદયપુર રાજસ્થાન ૭) શાંતીલાલ સ/ઓ લાલુ હરજી મીણા ઉ.વ.૨૩ રહે.ખોડીયારનગર ભરવાડના મકાનમાં, મલાવ તળાવના છાપરા, થલતેજ, અમદાવાદ મૂળ ગામ. જેતાણા તા.સલૂમ્બર જી.ઉદયપુર રાજસ્થાન સામેલ છે. જેમની પાસેથી (૧) સોનાની ચેઈન કિ.રુ.૧૨,૦૦૦/-
(૨) વીંટી કિ.રુ. ૫૦૦૦/-  (૩) કાંડા ઘડીયાળ નંગ-૪ કિ.રુ.૨૨,૦૦૦/- (૪) મોબાઈલ ફોન નંગ-૭ કિ.રુ.૭૦૦૦/-  (૫) મો.સા. કિ.રુ.૨૦,૦૦૦/- કુલ્લે કિ.રુ.૭૬૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સાતેય આરોપીઓ સામે સોલા પોલીસે સાત ઘરફોડ ચોરીઓના ગુના ઉકેલવામાં સફળતા મેળવી છે.
ઉપરાંત કડક પૂછપરછમાં (૧) સપ્ટેમ્બર-૨૦૧૯ મ.નં-૫ કદમ બંગ્લોઝ બાગબાન ચાર રસ્તા પાસે, થલતેજ અમદાવાદ શહેર
(૨) સપ્ટેમ્બર-૨૦૧૯ મ.નં-૫ જીનમંગલ સોસાયટી, આકાશ ટાવર પાસે, જજીસ બંગ્લો રોડ, વસ્ત્રાપુર અમદાવાદ ખાતે
(૩) મ.નં-૬ વૃદાવન-૪ આંબલી ફાટક પાસે આંબલી ગામ અમદાવાદ શહેર સહિતના ગુના પણ કબૂલ કર્યો હતા.

 

જ્યારે ઝોન ૭ ની ટીમે પણ ગણતરીના દિવસોમાં જ વધુ એક ચોરને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ડીસીપી ઝોન-૭ સ્કોડ અમદાવાદ શહેરના પો.સ.ઇ. વી.જે.જાડેજા તથા મ.સ.ઇ. મીલન એલ.રામાણી તથા મ.સ.ઇ. અજયકુમાર કનુજી તથા હે.કો. ગજેંદ્રસિંહ ઇશ્વરસિંહ તથા પો.કો. વિજયસિંહ હનુભા તથા પો.કો. હરપાલસિંહ વિક્રમસિંહ તથા પો.કો. મનુભાઇ વલુભાઇ તથા પો.કો. ભાનુભાઇ વજુભાઇ તથા પો.કો. અંજુમઅલી ઇસમઅલી તથા અ.લો.ર. નાગરાજભાઇ અમકુભાઇ તથા અ.લો.ર. રવિરાજસિંહ મહિપતસિંહ તેમજ ઝોન-૭ ઓફીસ સ્ટાફમાં CDR એનાલીસીસનુ કામ કરતા હે.કો. રાકેશભાઇ ગોવિંદભાઇ ની ટીમ તપાસમાં હતી ત્યારે એલિસબ્રિજના ગુનામાં સામેલ આરોપી અંગેની બાતમી મળતા જ મોહમદ મોઇન સ/ઓ મેહમુદભાઇ કાલુમીયા જાતે શેખ ઉં.વ.- ૨૭ ધંધો- મજુરી કામ રહે.- ૨૬૬૭, જીજીમુકરદમની ગલી, ઢાલગરવાડ, દરીયાપુર નામના શખ્સને ચોરીની મોટર સાઈકલ તથા એક ફોન સહિત ૫૦૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે. Jeni તપાસમાં વધુ ગુનાઓના ભેદ ઉકેલવા ની શક્યતા છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.