બોપલની ડમ્પીંગ સાઈટ પર આગ લોકોને શ્વાસ લેવામાં તકલીફ

(એજન્સી) અમદાવાદ, બોપલમાં ડમ્પિંગ સાઈટ પર ગત સપ્તાહમાં ત્રીજી વખત આગ લાગતા બોપલ ડમ્પીંગ સાઈટ પર શુક્રવારે સાંજે પોણા છ વાગ્યે કચરામાં આગ લાગતા આસપાસના લોકોને શ્વાસ લેવામાં સમસ્યા સર્જાઈ હતી. આગના વધુ ફેલાતા અમદાવાદ ફાયર બ્રિગેડના ત્રણ ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચી આગને ગણતરીના સમયમાં કાબુમાં લીધી હતી. જા કે મહ¥વની વાત એ છે કે ગુરૂવારે વરસાદના કારણે કચરો ભીનો હતો તેમ છતાં આગ કેવી રીતે લાગી તે ફાયર વિભાગને સમજાયું ન હોતુ. એવામાં કચરામાં ત્રીજીવાર શંકાસ્પદ રીતે આગ લાગી હોવાનું આસપાસના લોકોમાં ચર્ચાઈ રહ્યુ હતુ.