નારોલમાં મ્યુનિ.ના અધિકારી સાથે માથાકુટ કરતાં બે શખ્શો વિરુદ્ધ ફરીયાદ

ફાઈલ
અમદાવાદ: એક સમયે શહેરની ભાગોળે ગણાતો નારોલ વિસ્તાર ધીમે ધીમે શહેરની મધ્યે આવતો જાય છે આ સમગ્ર વિસ્તારમાં ઉદ્યોગો ફેલાયેલા હોવાની પ્રદુષણની માંગ પણ ખૂબ વધારે રહે છે. જેના પગલે સ્થાનિક વસ્તી ઉપરાંત સરકારી તંત્રમા ચિંતા પ્રસરી જતા કેટલાક વર્ષોથી ઔધોગિક કચરો નજીકની સાબરમતી નદી કે ખુલ્લા મેદાનોમાં ન ઠાલવવામાં આવે એ માટે તંત્ર મહેનત કરી રહ્યુ છે.
તેમ છતા કેટલીક ફેક્ટરી માલિકો પોતાનો વેસ્ટ સગેવેગ કરવા માટે મોકલી દે છે ગુરુવારે પણ નારોલમા એક મેદાનમા આવો કચરો ઠાલવવા જતા ટ્રેક્ટરને કોર્પોરેશનના અધિકારી અટકાવ્યો છતાં કેટલીક ફેક્ટરીમાં માલિકો પોતાનો વેસ્ટ સગેવગે કરવા માટે મોકલી દે છે ગુરુવારે પણ નારોલમાં એક મેદાનમાં આવો કચરો ઠાલવવા જતા ટ્રેક્ટરને કોર્પોરેશનમાં અધિકારીએ અટકાવ્યો હતો અને પોતાની ટીમને જાણ કરી હતી. જેણે ટ્રેક્ટર પોતાના તાળામા લેતા છતા ટ્રેક્ટર માલિકે જબરદસ્તી કરીને કર્મચારી ઉભા હોવા છતા ટ્રેક્ટર લઈ જતા ફરીયાદ નોધાઈ છે.
હાલમાં શહેરમાં સોથી વધુ પ્રદુષિત વિસ્તારમાં નારોલનો સમાવેશ થાય છે આ અંગે કોર્પોરેશનમાં ચિંતિત છે અને ઘટતા પગલા લેવા સક્રિમ છે ગઈકાલે પોતે પોણા અગિયાર વાગ્યે નારોલ ખાતે આવેલી મ્યુનિ. સબ કચેરીમાં પબ્લીક હેલ્થ સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા સંદીપ ગામીત પેટ્રોલિગ કરી રહ્યા હતા એ સમયેે નારોલ વિશાલા હાઈવે પરથી એક ઔદ્યોગિક કચરો ભરેલુ ટ્રેક્ટર પસાર થતા તે પાછળ ગયા હતા.
ટ્રેક્ટર આરવી ડેનીમ સામે આવેલા મેદાનમાં વેસ્ટ ખાલી કરતા જાઈ સંદીપભાઈ ડ્રાઈવરને પિન્ટુને અટકાવ્યો હતો અને પીરાણા ડમ્પ સાઈટ ખાતે આવવાનું જણાવ્યુ હતુ. જા કે પિન્ટુએ આનાકાની કરતાં સંદીપભાઈ સેનેટરી સબ ઈન્સપેક્ટર તથા અન્ય કર્મીઓને જાણ કરી ઘટના સ્થળે બોલાવ્યા હતા જ્યા ટ્રેક્ટરની ચાવી કાઢી લઈ એક કર્મીને ટ્રેક્ટર પીરાણા ડમ્પ સાઈટ લઈ જવાનુ કરાયુ હતુ.
પરંતુ ત્યારે ટ્રેક્ટરના માલિક ગોપાલ ભરવાડ આવી પહોચ્યા હતા અને ત્યા હાજર કોર્પોરેશનની ટીમ સાથે બબાલ કરીને ટ્રેક્ટર ચાલુ કરીને ભગાવી મુક્યુ હતુ આ સમયે શ્રીકાંત નામના કર્મચારીઓ ટ્રેક્ટર રોકવાની કોશીશ કરવા જતા ગોપાલે પુરઝડપે ટ્રેક્ટર હંકાર્યુ હતુ જેથી શ્રીકાંતભાઈ બચી ગયા હતા. આ ઘટના બાદ સંદીપભાઈ નારોલ પોલીસ સ્ટેશનમાં ગોપાલ તથા પિન્ટુ વિરુદ્ધ ગુનો નોધાયો છે.