વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૧-૨૨ માર્ચે ગુજરાત પ્રવાસે આવશે
ગાંધીનગર: ગત ૨૬મી ફેબ્રુઆરીએ ગુજરાતના મહેમાન બન્યા બાદ ફરીથી ચાલુ માસમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના મહેમાન બનશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૨૧ અને ૨૨ માર્ચે બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે આ બે દિવસ દરમિયાન તેઓ અમદાવાદ, વડોદરા,સ્ટેચ્યુ ઓફ યુનિટી અને જૂનાગઢ ખાતે યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.
સાથે સાથે અમદાવાદની યુ એન મહેતા હાર્ટ હોસ્પિટલ નું ઉદઘાટન પણ કરશે તેમજ ખેડૂતોને દિવસે વીજળી આપવાની રાજ્ય સરકારની યોજનાનું ઉદઘાટન પણ કરશે. સૂત્રોનું માનીએ તો આ મુલાકાતો સાથે પીએમ નરેન્દ્ર મોદી સીએમ રુપાણી સહિત ગુજરાત ભાજપ સાથે સંકળાયેલા વરિષ્ઠ નેતાઓ સાથે ખાનગીમાં મુલાકાતો પણ કરશે.
દરેક કાર્યક્રમો માટે પૂર્વતૈયારીની સૂચના રાજ્યના તમામ જિલ્લાકલેકટરોને આપી દેવામાં આવી છે બે દિવસ દરમિયાન નરેન્દ્ર મોદી રાજભવનમાં રોકાશેવડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની બે દિવસની યાત્રા દરમિયાન વડોદરા ખાતે કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ કાર્યક્રમમાં હાજરી આપશે.
આ ઉપરાંત તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીના તૈયાર થયેલા પ્રોજેક્ટ ની મુલાકાત લેશે, અમદાવાદની યુ એન મહેતા હાર્ટ હોસ્પિટલ નું ઉદઘાટન કરશે તેમજ જૂનાગઢમાં ખેડૂતો માટે ની દીનકર યોજના નું પણ લોકાર્પણ કરશે. ગત ૨૪ ફેબ્રુઆરીએ પીએમ નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમદાવાદમાં યોજાયેલા ભવ્ય રોડ શોમાં હાજરી આપી હતી તેમજ મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાયેલા ભવ્ય કાર્યક્રમ થકી દેશ અને દુનિયાના મિડીયાનુ ધ્યાન આકર્ષિત કર્ય ુહતુ.
બરોબર એક માસ બાદ ફરી એકવાર પીએમ મોદી ગુજરાતના મહેમાન બનશે. અને વડોદરામાં કેન્દ્ર સરકારની કન્સ્ટ્રકશન સાઇટ પરના મજૂરો તથા અન્ય મજૂરો માટે આવાસ યોજનાને લગતા કાર્યક્રમોનું લોન્ચિંગ કરશે અને તેમના ડ્રીમપ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ પર તૈયાર થઈ રહેલા નવા પ્રોજેક્ટનું નિરીક્ષણ કરશે.