ઔધોગિક તાલીમ સંસ્થા ઝાલોદ ખાતે આગામી ૧૮ માર્ચના રોજ સવારે ૯.૦૦ કલાકે ભરતી મેળો યોજાશે
દાહોદ : ઔધોગિક તાલીમ સંસ્થા, ઝાલોદ ખાતે તા. ૧૮/૦૩/૨૦૨૦ના રોજ સવારે ૯.૦૦ કલાકે ભરતી મેળો યોજાશે. હીરો મોટો ક્રોપ લિમિટેડ, હાલોલ, પંચમહાલમાં કામ કરવા ઇચ્છુક ઉમેદવારો તેમાં ભાગ લઇ શકશે.
ભરતી મેળામાં ભાગ લેવા માટે જરૂરી લાયકાત ફિટર, ટર્નર, વેલ્ડર, ઇલેક્ટ્રેશિયન, મશીનીષ્ટ, ટ્રેક્ટર મિકેનિક, મોટર મિકેનિક, પેઇન્ટર (જનરલ), મિકેનિક ડીઝલ, ટુ વ્હીલર ઓટો રિપેરિંગ, કોપાનો કોર્સ કરેલો હોવો જોઇએ. ઉમેદવારની ઉંમર ૧૮ થી ૨૬ વર્ષ અને વર્ષ ૨૦૧૬ થી ૨૦૧૯ દરમિયાન પાસઆઉટ, ઇચ્છુક ઉમેદવારોએ તેઓના શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો – અસલ અને પ્રમાણિત નકલ, આધારકાર્ડ અને પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે સમયસર ઉપસ્થિત રહેવું. ઝાલોદ ઔધોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રીએ એક અખબારી યાદીમાં આ માહિતી આપી છે.