દાહોદ જિલ્લામાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઘઉં ખરીદી કરવામાં આવશે
આગામી તા. ૩૧ માર્ચ સુધીમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે
દાહોદ, દાહોદ જિલ્લામાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઘઉં ખરીદી કરવામાં આવશે. આ માટે તા. ૧૬/૦૩/૨૦૨૦ થી તા. ૩૧/૦૫/૨૦૨૦ દરમ્યાન ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમનાં સરકારી અનાજ ગોડાઉન ખાતે પ્રતિ કિવન્ટલ-૧૦૦ કિ.ગ્રા.- ઘઉં રૂ. ૧૯૨૫/- ના ભાવે કેન્દ્ર સરકારશ્રીનાં નક્કી થયેલા ધારા ધોરણ મુજબ ખરીદવામાં આવશે.
ખેડૂત ભાઇઓએ તેમનાં ચાલુ વર્ષના ૭/૧૨ તેમજ ૮/અ નાં ઉતારા તથા પાસબુકની નકલ કે કેન્સલ ચેકની નકલ સાથે ગ્રામ કક્ષાએ વી.સી.ઇ. (ગ્રામ પંચાયત કચેરી) એપીએમસી કેન્દ્ર ખાતે તા. ૦૧/૦૩/૨૦૨૦ થી તા. ૩૧/૦૩/૨૦૨૦ સુધી ખરીદીનાં ભાગરૂપે ઓનલાઇન એનરોલમેન્ટ રજીસ્ટ્રેશન કરાવવા નીચે મુજબ તાલુકાનાં ગોડાઉન મેનેજરશ્રીનો, ગ્રામ મેનેજરશ્રીનો, ગ્રામ કક્ષાએ વી.સી.ઇ. તથા એ.પી.એમ.સી. કેન્દ્રનો સંપર્ક કરવાનો રહેશે. ખરીદકેન્દ્રોનો સંપર્ક નંબર આ મુજબ છે. સરકારી અનાજ ગોડાઉન, દાહોદ – સંપર્ક નં :-૬૩૫૯૯૪૬૦૫૩, સરકારી અનાજ ગોડાઉન, ગરબાડા – સંપર્ક નં :-૬૩૫૯૯૪૬૧૦૧, સરકારી અનાજ ગોડાઉન, ધાનપુર – સંપર્ક નં :- ૬૩૫૯૯૪૫૮૯૦, સરકારી અનાજ ગોડાઉન, દેવગઢ બારીયા – સંપર્ક નં :-૬૩૫૯૯૪૫૮૮૯, સરકારી અનાજ ગોડાઉન, લીમખેડા – સંપર્ક નં :- ૬૩૫૯૯૪૬૧૦૦, સરકારી અનાજ ગોડાઉન, ઝાલોદ – સંપર્ક નં :- ૯૯૭૯૯૮૯૨૫૪, સરકારી અનાજ ગોડાઉન, ફતેપુરા – સંપર્ક નં :- ૬૩૫૯૯૪૬૧૦૩