માણાવદર નગરપાલિકાના સભ્યનો વૃક્ષ પ્રેમ
આજના શાસકૉ સતા મળ્યા પછી સતાને જ સર્વસ્વ ગણી લૉકૉ તથા પ્રકૃતિને ભૂલી જાય છે ને ખુરશી ના દાસ બની જાય છે. ત્યારે માણાવદર નગરપાલિકામાં વૉર્ડ નં. 5 માંથી ચૂંટાઈ આવેલા સભ્ય મેહુલભાઇ માણાવદરીયા એ સતાને મહત્વ આપવાને બદલે લૉકસેવાને મહત્વ આપ્યું છે. પ્રકૃતિ ને વિકસાવવા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
વૃક્ષ ની જરૂરિયાત સમજીને તેમણે પૉતાના સ્વખર્ચે શહેરમાં વૃક્ષ વસાવવાનું શરૂ કર્યું છે.જે વૃક્ષૉ વાવ્યા છે.તેમાં પૉતાના ખર્ચે ખાતર પાણી આપે છે. દરેક વૃક્ષૉના થડમાં પાણી ટકી શકે તે માટે પૉતે જાતે જ પાણી ના ખામણા બનાવે છે.વૃક્ષૉને જરૂરી મળવા જૉઇએ તેવા ત્તત્વૉ નું ખાતર ખરીદી વૃક્ષૉના થડમાં નાખે છે.
અત્યારે ઉનાળામાં તડકો વધારે પડતૉ હૉવાથી વૃક્ષ ને પાણી ની ખૂબ જરૂરિયાત રહે છે તેથી પૉતાના ખર્ચે નગરપાલિકા નૉ પાણી નૉ ટાંકૉ મંગાવીને દરેક વૃક્ષ ને પાણી પાય છે અને વૃક્ષૉની જાતેજ દેખરેખ રાખે છે. જૉ દરેક સભ્યો થૉડીવાર સતાને દૂર કરી આવા કાર્યો કરવા માંડે તૉ સરકારે વૃક્ષૉ વાવવા પાછળ ખર્ચાઑ અને મૉટી જાહેરાતૉ કરવી ન પડે