Western Times News

Gujarati News

હવે મૌની રોય નવી ફિલ્મમાં આમીરની સાથે નજરે પડશે

મુંબઇ, ટેલિવીઝન સિરિયલ અને ફિલ્મોમાં હાલમાં સફળતાપૂર્વક આગળ વધી રહેલી સેક્સી સ્ટાર મૌની રોય હવે તેની કેરિયરની સૌથી મોટી ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ તે નવી ફિલ્મમાં આમીર ખાનની સાથે નજરે પડનાર છે. આના માટેની તમામ તૈયારી ચાલી રહી છે. બાયોપિક ફિલ્મ બની રહી છે. ગુલશન કુમારની લાઇફ પર આ ફિલ્મ તૈયાર કરવામાં આવી રહી છે. ફિલ્મમાં આમીર ખાન ગુલશન કુમારની ભૂમિકામાં કામ કરનાર છે. મૌની રોય પણ ખાસ રોલમાં છે. ફિલ્મમાં રાહુલ રોય અને અનુ પણ જોવા મળનાર છે. આ ઉપરાંત ફિલ્મમાં ગુલશન ગ્રોવર અને દિપક તિજારી પણ નજરે પડનાર છે. ફિલ્મને લઇને મૌની રોય ખુબ આશાવાદી છે. તેની કેરિયરમાં આના કારણે તેજી આવી શકે છે. હવે તે સૌથી સારી ફિલ્મો મેળવી રહી છે. મૌની રોય પાસે હાલમાં કેટલીક સારી ફિલ્મ હાથમાં છે.

જે પૈકી બ્રહ્યાસ્ત્રમાં પણ કામ કરી રહી છે. ફિલ્મમાં રણબીર કપુર અને આલિયા ભટ્ટની પણ ભૂમિકા છે. ફિલ્મમાં તે વિલન તરીકે કામ કરી રહી છે. ટીવી સિરિયલ નાગિનમાં પણ તે કામ કરી ચુકી છે. આ સિરિયલ ખુબ લોકપ્રિય થઇ હતી. ત્યારબાદ તેને ફિલ્મ મળી ગઇ હતી. મૌની રોયે ગોલ્ડ ફિલ્મ મારફતે બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. ફિલ્મમાં અક્ષય કુમારે ભૂમિકા અદા કરી હતી. તે અન્ય એક ફિલ્મમાં જહોન અબ્રાહમની સાથે ફિલ્મમાં કામ કરી રહી છે. જે જાસુસી ફિલ્મ છે. જાસુસી થ્રીલર ફિલ્મને લઇને તે આશાવાદી છે. તે દેવો કે દેવ મહાદેવ અને નાગિન જેવી સિરિયલમાં પણ કામ કરી ચુકી છે. એકતા સાથે કામ કરીને તે ઘણી બધી બાબતો શિખી રહી છે. મૌની રોય કેરિયરની શરૂઆતમાં જ એ કેટેગરીના સ્ટાર સાથે કામ કર્યા બાદ આશાવાદી બનેલી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.