ભિલોડાના મઉં ગામે દીકરી નો ડી.જે. ના તાલે -ઝુમ્મર ની રોશની એ વરઘોડો કાઢી વિશિષ્ટ રીતે ” ઢુંઢ ” કરાયો…!
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: ” દીકરી મને ખૂબ જ વહાલી ” ના સૂત્ર ને ચરિતાર્થ કરતું અનોખું કાર્ય નાનકડા મઉં ગામમાં થયું છે. ભાવિ પ્રશાંત બારોટ ની વ્હાલસોયી દીકરી ” જેનું નામ ” શ્રી ” છે જે સાચે જ લક્ષ્મી છે .!.સરોજબેન સંજયકુમાર બારોટ પરિવારમાં દીકરી જન્મી છે ત્યારથી જાણે “સોના નો સૂરજ ઉગ્યો છે “. દિકરી નાં વધામણાં, પારણિયું ઉત્સવ ને ” હોળી ” ના ઢૂંઢ નો ઉત્સવ ફાગણ સુદ -પાંચમ થી પૂનમ સુધી રોજ રાત્રે ઢોલ – ગેરૈયા ના તાલે આખો સમાજ નાચ્યો. ને વળી આ નિમિત્તે ગામ આખા ને ઘેર ઘેર જઈ ગોળ – ધાણી ને “શ્રી ” ના હાલરડા વાળી કપડા ની થેલી ના રૂપે પત્રિકા આપી સમૂહ ભોજન કરાવ્યું હતું.
આરોગ્ય ખાતા માં નોકરી કરતા દાદાજી સંજયભાઈ લોકોને દીકરી નું મહત્વ પહેલા થી જ સમજાવતા હતા પણ જ્યારે એમના દીકરા ના ઘરે દીકરી અવતરી ત્યારથી દાદા – દાદી એ દીકરી ને એટલું તો વ્હાલ કર્યું છે કે સમાજ આખા માં એક દ્રષ્ટાંત ઉભું થયું છે.લોકો એ પણ સૂર માં સૂર મિલાવી નાના મોટા બધા જ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લઈ ” દીકરી સન્માન ” ને વેગ આપ્યો હતો. ત્યારે દીકરી જેમને ખૂબ વ્હાલી છે એવા સૌના લાડીલા અને સફળ વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી સાહેબનું સ્વપ્ન ” દિકરી વ્હાલનો દરિયો ” સાકાર થયું છે.
દીકરી નો વિશિષ્ટ રીતે ઢૂંઢ કરી રહેલ આ પરિવાર દ્વારા હોળી દર્શન માટે ઝુમ્મર દ્વારા રોશની કરી ડી.જે. ના તાલે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. બીજા દિવસે ધુળેટી ના રોજ સંત શ્રી શ્યામસુંદર દાસજી ગુરુજી ના વરદ હસ્તે દીકરી ને સમાજ ના રીત રિવાજ પ્રમાણે ” આંબા નો મૉર ” પીવડાવી એક નવો ચીલો ચીતર્યો હતો.આ પ્રસંગે બોલતા સંત શ્રી એ ઋષિપત્ની ગાર્ગી ના ઉદાહરણ થી દીકરી નું મહત્વ સમજાવ્યું હતું. દીકરી ના આ સન્માન બદલ સંજયભાઈ બારોટ પરિવાર તથા દીકરી ને આશીર્વાદ -અભિનંદન આપ્યા હતા. વિશેષ માં દિકરી ના ઢૂંઢ નિમિત્તે જમણ લઈ મઉ ગામના દરેક લોકોએ ઢોલ ના તાલે ઝુમી દીકરી ના આ ભવ્યાતિભવ્ય જેમ નો અખૂટ આનંદ લૂંટયો હતો.