Western Times News

Gujarati News

સંજેલીમાં હોલિકા દહન અને રંગોત્સવ ઉજવવામાં આવ્યો 

રાજવી પરિવાર દ્વારા પૂજા અર્ચના કરી હોલિકા દહન કરવામાં આવ્યું : ચોમાસાના ચાર મહિનાના લાડુ મૂકવામાં આવે છે 

પ્રતિનિધિ સંજેલી ફારૂક પટેલ   સંજેલી તાલુકામાં હોળી પ્રગટાવવાની પરંપરા આજે પણ યથાવત છે સોમવારના ઝાલોદ રોડ પર આવેલા હોળી ફળિયામાં સાંજે 7.30 કલાકે રાજવી પરિવાર દ્વારા  પૂજા અર્ચના વિધિ કરિ હોળી પ્રગટાવવામાં આવી હતી

સોમવારે ફાગણ સુદ પૂનમની સાંજે સંજેલી ખાતે ઝાલોદ રોડ પર આવેલા હોળી ફળિયા ખાતે હોલિકા દહન કરવામાં આવ્યું હતું જાહેર ચોકમાં લાકડા તેમજ છાણા ગોઠવીને નિયત કરેલા મુહૂર્તમાં  રાજવી પરિવારના કામખ્યસિંહ કાલિકાકુમાર  ચૌહાણ  પંડિત કમલેશ ભટ્ટ દ્વારા હોલીકાનુ પૂજન કર્યા બાદ દહન કરવામાં આવ્યું હતું હોલીકાદહનમાં માટીના ચાર લાડું બનાવી પાણીનો ગઢો મૂકી માટીથી પૂરી દેવામાં આવે છે

હોલિકા દહન બાદ તેને ખોલી જેટલા લાડુ લડેલા હોય તેટલા માસ સુધી વરસાદ પુષ્કળ હોવાની આગાહી કરવામાં આવે છે ચારમાંથી ત્રણ લાડુ લીલા નીકળતા આ વખતના ચોમાસામાં ત્રણ માસ ચોમાસુ ભરપૂર જવાની આગાહી કરવામાં આવી હતી  હોલીકા દહનના દર્શન કરવા ઉમટી પડેલા લોકો એ ધાણી દાળીયા શ્રીફળ ખજૂરની આહુતિ આપીને જલધારા સાથે હોળીની પ્રદક્ષિણા પૂરી કરી હતી મોડી રાત સુધી હોલિકા દહનના કાર્યક્રમમાં ભાગ લેનારા લોકોએ મંગળવારના રોજ સવારે રંગોના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી અને નગરના રસ્તાઓ રંગોથી રંગબેરંગી બની ગયા હતા આમ સંજેલી સહિત તાલુકામાં ઠેર ઠેર હોલીકા દહન અને ધૂળેટી રંગોત્સવ મનાવવામાં આવ્યો હતો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.