Western Times News

Gujarati News

મહિલા તબીબ પાસેથી રૂ.રપ લાખની માંગણી કરનાર શખ્સ વિરૂધ્ધ ફરિયાદ

અમદાવાદ: ભુમિબેન ભટ્ટ ફિજીયોથેરાપીસ્ટ તરીકે હોસ્પિટલમાં  નોકરી કરે છે અને પરીવાર સાથે સહજાનંદ સ્ટેટસ સાયન્સ સીટી રોડ સોલા ખાતે છે ગઈકાલે બપોરે ભુમિબેન પોતાના ઘરે સાસુ તથા સસરા તે સમયે હાજર હતા ત્યારે બાર વાગ્યાનાં સુમારે બે માણસો એકટીવા લઈ તેમના ઘરમા ઘુસી ગયા હતા અને બેફામ ગાળો બોલતા ભુમિબેન તેમને ગાળો બોલવાની ના પાડી હતી તેમ છતા બંને શખ્શો તેમના ઘરમાં ઘુસી ગયા હતા અને અમને સજનીદભાઈ નુરાનીએ મોકલ્યા છે

પરતુ પતિ માનસભાઈ ઘરે ન હોવાથી બંને શખ્શો અમે રાત્રી ફરી પાછા આવીશુ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા આ ઘટના બાદ ભુમિબેન પતિ માનસભાઈ સાથે વાત કરતા તેમણે સજજાદભાઈ નુરાની જુહાપુરા અને મિનેશ શાહ ભુયંગદેવ ની અકેબીજા સાથે ઓળખ કરાવી હતી પરતુ ધંધામાં મતભેદ થતા તે બંને પોતાને કહ્યા કરે છે ઉપરાત સજાનદભાઈ અવારનવાર ફોન કરી ગાળો બોલી ૨૫ લાખની ઉઘરાણી પોતાની પાસે કરે છે તેવી વાત કરતા ભુમિબેન સજજાદ નુરાની સામે ફરીયાદ નોધાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.