ભારતનો હવે એક માસ માટે વિશ્વથી અલગ રહેવા નિર્ણય
નવી દિલ્હી: ઝડપથી ફેલાઇ રહેલા કોરોના વાયરસને રોકવાના હેતુસર ભારત સરકારે હવે વધુ એક મોટો અને સાહસી નિર્ણય કર્યો છે. એક પછી એક અનેક નિર્ણય કરવામાં આવી રહ્યા છે. જેના અમલીકરણના કારણે સ્થિતીમાં સુધારો થઇ રહ્યો છે. હવે ભારત સરકારે આગામી એક મહિના સુધી સમગ્ર દુનિયાથી પોતાને અલગ કરી લેવાનો નિર્ણય કર્યો છે.
હેતુ મેનટુ મેન કોન્ટ્રાક્ટના કારણે ફેલાઇ રહેલા વાયરસને કાબુમાં લેવાનો રહેલો છે. ભારત સરકારના નિર્ણય બાદ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કોરોના વાયરસને મહામારી તરીકે જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. ભારતીય મુળના લોકો પણ જા પરત ફરી રહ્યા છે તો ૧૪ દિવસ માટે અલગ રીતે રહેવાની જરૂર પડશે. નિર્ણય પર અમલીકરણ શરૂ થતાની સાથે જ ૧૫મી એપ્રિલ સુધી ભારત દુનિયાના દેશોથી અલગ જશે. ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની બુધવારના દિવસે બે બેઠકો થઇ હતી. તેનુ નેતૃત્વ કેન્દ્રિય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધન દ્વારા કરવામાં આવ્યુ હતુ. ભારત સરકારે હવે દુનિયાના કોઇ પણ દેશથી આવનાર લોકોના વીઝા ૧૫મી એપ્રિલ સુધી સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે.
ભારતમાં એકપછી એક નિર્ણય કરવામાં આવી રહ્યા છે. ભારતમાં કોરોના વાયરસના હજુ સુધી ૬૦ કેસો નોંધાયા છે. કોરોના વાયરસના કારણે વિશ્વના પ્રભાવિત દેશોની સંખ્યા રોકેટગતિથી વધી રહી છે. હાલમાં કુલ ૧૨૪ દેશો કોરોનાના સકંજામાં આવી ગયા છે. એકલા ચીનમાં કુલ કેસોની સંખ્યા ૮૦૭૯૬ ઉપર પહોંચી ગઇ છે. ચીનમાં કુલ મોતનો આંકડો ૩૧૬૯ પર પહોંચી ગયો છે. ચીનમાં ગંભીર રહેલા કેસોની સંખ્યા ૪૨૫૭ ઉપર પહોંચી ગઇ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૧ લોકોના મોત થઇ ગયા છે. બીજી બાજુ દુનિયાના દેશોમાં કોરોના વાયરસના કુલ કેસ ૧૨૬૩૬૯ ઉપર પહોંચી ગઇ છે. હાલ સ્થિતી સુધરવાના સંકેત નથી.