ભરૂચ ની શ્રવણ ચોકડી સ્થિત પાંજરાપોળ ની જમીન નું ખાનગીકરણ થતા જ માટી કૌભાંડ નું ભૂત ધૂણ્યુ.
ખાણખનીજ વિભાગમાં ઓછી રોયલ્ટી બતાવી કરોડ ઉપરાંત ની માટી બારોબાર ખાનગી જગ્યા એ નાંખવામાં આવી હોવાનો આક્ષેપ.
લાખો ટન માટી ખોદી નાંખી સગેવગે કરવામાં આવતા આસપાસ ના એપાર્ટમેન્ટ ના રહીશો માં ભય.
વરસાદી ઋતુ માં પાણી ભરાઈ અને આસપાસ ના અન્ય એપાર્ટમેન્ટ ના બીમ (પાયા) ને નુકશાન થાય અને ધસી પડે તો જવાબદાર કોણ?
ખાણખનીજ વિભાગ સ્થળ નિરીક્ષણ કરે તો મોટું રોયલ્ટી ચોરી નું કૌભાંડ સામે આવે તેવા આક્ષેપ કરતા એ.એચ.પી ના સેજલ દેસાઈ.
ભરૂચ: ભરૂચ ના ટ્રસ્ટ ના નામે ગોચર જમીન ઉપર કબ્જો જમાવામાં આવે છે અને ત્યાર બાદ તેનું ખાનગીકરણ કરી બિલ્ડરો ને વેચી મારવાનું ષડયંત્ર ચાલી રહ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.ત્યારે ભરૂચ ની શ્રવણ ચોકડી સ્થિત પાંજરાપોળ ની જમીન બિલ્ડર ને વેચી દેવાતા કન્સ્ટ્રક્શન શરૂ થતા જ ખણખણીજ વિભાગ સાથે ઓછી રોયલ્ટી બતાવી મોટા પાયે માટી કૌભાંડ આચર્યું હોવાના આક્ષેપ થતા જ મોટો વિવાદ સામે આવ્યો છે.
બનાવની મળતી માહિતી અનુસાર ગત ચોમાસા ની ઋતુ માં ઉમરાજ ગ્રામ પંચાયત ની હદ માં બિલ્ડર દ્વારા ગેરકાયદેસર બાંધકામ થતું હોવાના કારણે ગ્રામ પંચાયતે વાંધો ઉઠાવ્યો હતો.જેના કારણે બિલ્ડરે બાંધકામ ની કામગીરી અધૂરી છોડી દીધી હતી.જે બાંધકામ સ્થળે મસ્ત મોટું ઊંડું તળાવ જેવું કરવામાં આવ્યું હતું અને જે માટી અન્ય સ્થળે નાંખવામાં આવી હતી.જેના કારણે બિલ્ડરે છોડેલી અધૂરી કામગીરી માં વરસાદી પાણીભરાઈ જતા તેમાં ત્રણ યુવાનો નાહવા પડ્યા હતા જેમાં બે યુવાનો ના ડૂબી જવાથી મોત થયા હતા.
આ સમગ્ર કૌભાંડ માં પણ પોલીસે બિલ્ડર સામે કોઈ કાર્યવાહી ન કરી હોવાના આક્ષેપ થયા હતા.ત્યારે તાજેતર માં જ શ્રવણ ચોકડી સ્થિત પાંજરાપોળ ની ટ્રસ્ટ ની જમીન નું ખાનગીકરણ થતા જ કન્સ્ટ્રક્શન ના કામ માટે માટી ખોદકામ કરવામાં આવ્યું હતું.જેમાં ખાણખનીજ વિભાગ માં ઓછી રોયલ્ટી બતાવી કરોડ ઉપરાંત નું માટી ખનન કરી બારોબાર ખાનગી સ્થળે નાંખવામાં આવી હોવાના આક્ષેપ સાથે ખાણખનીજ ના નામે રોયલ્ટી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આટલા મોટા પ્રમાણ માં માટી ખનન કરવામાં આવ્યું અને રોયલ્ટી માત્ર દશ જ ટકા બતાવામાં આવતા માટી કૌભાંડ સામે ખાણખનીજ વિભાગે તપાસ નો દૌર શરૂ કરવાની જરૂર જણાઈ રહી છે.કારણ કે આશરે 30 ફૂટ ઊંડું માટી ખનન કરવામાં આવતા આ ઊંડાણ માં વરસાદી પાણી ભરાઈ અને આસપાસ માં રહેલા એપાર્ટમેન્ટ ના બીમ (પાયા)માં ધોવાણ થાય અને ધસી પડે તો જવાબદાર કોણ? આસપાસ ના રહીશો માં પણ એટલા મોટા પ્રમાણ માં માટી કૌભાંડ ને લઈને આક્રોશ જોવા મળી રહ્યો છે.ત્યારે સમગ્ર કૌભાંડ ખાણખનીજ વિભાગ સ્થળ નિરીક્ષણ કરી તેની માપણી કરે તો મોટા પાયે માટી ખનન સામે એક કરોડ ઉપરાંત નો દંડ બિલ્ડર ને થઈ શકે તેવા આક્ષેપ આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના સેજલ દેસાઈ કરી રહ્યા છે.